યામી ગૌતમ પછી 'આ' હિરોઇન ફસાઈ છે પુલકિત સમ્રાટની પ્રેમજાળમાં!

બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ તેની ફિલ્મો કરતા વધારે તેની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે

યામી ગૌતમ પછી 'આ' હિરોઇન ફસાઈ છે પુલકિત સમ્રાટની પ્રેમજાળમાં!

મુંબઈ : બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ તેની ફિલ્મો કરતા વધારે તેની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. સલમાનની રાખી બહેન શ્વેતા રોહિલા સાથે ડિવોર્સ થયા એ પહેલા પુલકિતનું નામ એક્ટ્રેસ યામી ગૌતમ સાથે જોડાયું હતું. જોકે એ સંબંધ ખાસ ચાલ્યો નહોતો અને તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. યામી અને ગૌતમનું બ્રેકઅપ પણ બહુ ગાજ્યું હતું. 

ફુકરેમાં ચમકેલા પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરાએ નવ વર્ષ રોમાન્સ કર્યા પછી, ત્રણેક વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા. દોઢેક વર્ષ બધું સમું સુતરું ચાલ્યું. ત્યાર પછી એમના મતભેદ ગોસિપમાં ચમકવા લાગ્યા હતા. આખરે એમણે છૂટાછેડા લઈ લીધા હતા. આ જોડીમાં પણ ડિવોર્સનું કારણ પુલકિત સમ્રાટના હીરોઈન યામી ગૌતમ સાથેના સબંધો હતા.

હવે, પુલકિત ફરીવાર તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. સ્પોટબોયના સમાચાર પ્રમાણે હાલમાં પુલકિત એક્ટ્રેસ કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યો છે અને બંને અનેકવાર સાથે જોવા મળ્યા છે. 

હાલમાં પુલકિતનો જન્મદિવસ હતો ત્યારે કૃતિ તેને સરપ્રાઇઝ આપવા માટે ચેન્નાઈ પહોંચી ગઈ હતી. પુલકિત અને કૃતિ બંનેમાંથી કોઈએ આ વાતની સત્તાવાર પુષ્ટિ નથી કરી. પુલકિત અને કૃતિ વીરે દી વેડિંગમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. હવે આ જોડી પાગલપંતી નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં તેમના સિવાય જોન અબ્રાહમ, ઇલિયાના ડી ક્રુઝ, અર્શદ વારસી તેમજ સૌરભ શુક્લા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news