ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં બેઠલી દીપિકા પાદુકોણને કરી આવી KISS : photoમાં દેખાયું એવું બોન્ડિંગ કે....

ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણ અને પોતાનો એક સુંદર ફોટો શેર કર્યો અને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ફોટામાં બંને અભિનેત્રીઓનું બોન્ડિંગ શાનદાર લાગી રહ્યું છે. 

ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં બેઠલી દીપિકા પાદુકોણને કરી આવી KISS : photoમાં  દેખાયું એવું બોન્ડિંગ કે....

નવી દિલ્હીઃ Deepika Padukone Birhtday : કહેવાય છે કે બે મોટી અભિનેત્રીઓ ક્યારેય સારી મિત્ર બની શકતી નથી. પરંતુ ઉર્વશી રૌતેલાની તાજેતરની પોસ્ટ આ કહેવતને સંપૂર્ણપણે ખોટી ઠેરવે છે. આજે દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર ઉર્વશી રૌતેલાએ  (Urvashi Rautela)તેના ઈન્સ્ટાગ્રામ પર દીપિકાને શુભેચ્છા પાઠવતા આ સુંદર પોસ્ટ શેર કરી છે.

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર સેલિબ્રિટીઓની સાથે ચાહકો પણ અલગ અલગ રીતે તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર, શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને અજય દેવગન સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા લોકો પણ અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ લિસ્ટમાં હવે ઉર્વશી રૌતેલાએ પણ દીપિકાને શુભેચ્છા પાઠવવાની અનોખી રીત શોધી કાઢી છે.

ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણ અને પોતાનો એક સુંદર ફોટો શેર કર્યો અને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ફોટામાં બંને અભિનેત્રીઓનું બોન્ડિંગ શાનદાર લાગી રહ્યું છે. દીપિકાના ફેન્સ તસવીરમાં તેની ખુશી જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે ઉર્વશીના ફેન્સને પણ તેની આ અનોખી રીત પસંદ આવી રહી છે. આ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉર્વશીને દીપિકા પ્રત્યે ઘણો પ્રેમ છે. ઉર્વશી ફ્લાઈટમાં દીપિકાને કિસ કરતી જોવા મળે છે.

ઉર્વશીએ એક અનોખી પોસ્ટ શેર કરી છે
ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં છે. ક્યારેક અભિનેત્રી ઋષભ પંત માટે તો ક્યારેક તેના લુકના કારણે હેડલાઇન્સમાં રહે છે. આ વખતે તે દીપિકા પાદુકોણ પર પ્રેમ વરસાવીને ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, ઉર્વશીએ દીપિકા પાદુકોણને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતી એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે પ્લેનમાં દીપિકાને તેના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં દીપિકાના રિએક્શન પરથી પણ સ્પષ્ટ થાય છે કે તે ખૂબ જ ખુશ છે. પોતાની પોસ્ટ શેર કરતા ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું, 'હેપ્પી બર્થડે ક્વીન ઓફ હાર્ટ્સ'.

શાહરૂખ સહિતના આ સ્ટાર્સે પણ શુભેચ્છા પાઠવી હતી
શાહરૂખે પણ દીપિકાને તેના ઇન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી, લખ્યું, 'મારા પ્રિય દીપિકા પાદુકોણને - તમે દરેક લુક સાથે સ્ક્રીન પર મોટા થયા છો અને આગળ વધ્યા છો! મને તમારા પર ગર્વ છે અને હું હંમેશા પ્રાર્થના કરું છું કે તમે નવી ઊંચાઈઓને સ્પર્શ કરો... જન્મદિવસની શુભેચ્છાઓ... ઘણો પ્રેમ...’. શાહરૂખ ઉપરાંત જ્હોન અબ્રાહમ, અજય દેવગન અને કેટરીના કૈફે પણ દીપિકાને તેના સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ સ્ટાર્સની સાથે દીપિકાના ફેન્સ પણ તેને તેના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news