વૈશાલી ઠક્કરને 'ડર'ના શાહરુખની જેમ હેરાન કરતો પૂર્વ પ્રેમી, માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. મૃતક અભિનેત્રીની માતાએ એક્સ બોયફ્રેન્ડની કાળી કરતૂતનો ખુલાસો કર્યો છે. આક્રંદ કરતા કહ્યું કે રાહુલ અઢી વર્ષથી વૈશાલીને હેરાન કરતો હતો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

વૈશાલી ઠક્કરને 'ડર'ના શાહરુખની જેમ હેરાન કરતો પૂર્વ પ્રેમી, માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ટીવી સીરિયલની પ્રખ્યાત અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા બાદ તેની માતાએ એક્સ બોયફ્રેન્ડ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ વૈશાલીને ડરના શાહરૂખની જેમ હેરાન કરતો હોવાનો આક્ષેપ માતાએ કર્યો છે.

અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા બાદ તેનો પરિવાર આઘાતમાં છે. વૈશાલીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના એક્સના કારણે તે આત્મહત્યા કરી રહી છે. આ વચ્ચે વૈશાલી ઠક્કરની માતાએ એક્સની કાળી કરતૂતનો ખુલાસો કર્યો છે. વૈશાલી ઠક્કરની માતાએ દાવો કર્યો છે કે, વૈશાલીને તેનો એક્સ ડરના શાહરુખ ખાનની જેમ હેરાન કરતો હતો.

મીડિયા સાથે વાત કરતા વૈશાલી ઠક્કરે કહ્યું કે, પહેલા તો મારી દીકરીએ આ મામલાનો હલ લાવવાનો પ્રયાસ કર્યો. રાહુલ અઢી વર્ષથી વૈશાલીને હેરાન કરી રહ્યો હતો. જ્યારે વૈશાલી પરેશાન થઈ ગઈ તો તેણે મને આ વાત જણાવી. તે મને બધુ જણાવવા માંગતી હતી. તે જાણતી હતી કે હું હાર્ટ પેશેન્ટ છે. તે મારી દીકરીને ડરના શાહરુખ ખાનની જેમ ડરાવતો હતો. મારી દીકરીને ખૂબ જ હેરાન કરતા હતો.

આ Video પણ ખાસ જુઓ...

વૈશાલી ઠક્કરની માતાએ એવું પણ કહ્યું કે, રાહુલ જેટલો સીધો દેખાય છે એટલો જ ખતરનાક છે. મે રાહુલ અને તેના પરિવારને આ વિશે પણ વાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તે મારી દીકરીને હવે હેરાન નહીં કરે. વૈશાલી ઠક્કરની માતાના આ ખુલાસાએ ખળભળાટ મચાવી દીધો છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને સસુરાલ સિમર કા ફેમ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી ચાહકો આઘાતમાં છે. ફાંસી લગાવીને વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી અને આ કેસની પોલીસ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસના હાથમાં તેની સુસાઈડ નોટ લાગી હતી. જેમાં તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડ પર આક્ષેપો કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news