PM Modi in Gujarat: PM મોદીએ કહ્યું; હું આદિવાસી વિસ્તારમાં ગયો, મેં કહ્યું મને તમારા બાળકો આપો...'

PM Narendra Modi in Gujarat Visit: આજે સવારે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો-22નું ઉદ્ઘાટન કરીને અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ ઉદ્ઘાટન કરશે. 

PM Modi in Gujarat: PM મોદીએ કહ્યું; હું આદિવાસી વિસ્તારમાં ગયો, મેં કહ્યું મને તમારા બાળકો આપો...'

અતુલ તિવારી/અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સવારે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો-22નું ઉદ્ઘાટન કરીને અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ ઉદ્ઘાટન કર્યું PM મોદી મહાત્મા મંદિરથી ત્રિ મંદિર પહોંચ્યા છે, જ્યાં તેઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું. 

પીએમ મોદીનું સંબોધન Live:

  • વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ તરફ આ એક મીલનો પથ્થર સિદ્ધ થનાર છે. Mission Schools Of Excellenceના શુભારંભ પર હું તમામ ગુજરાત વાસીઓ, તમામ શિક્ષકો, તમામ યુવા સાથીઓને શુભેચ્છા પાઠવું છું.
  • આજે ગુજરાત અમૃતકાળની અમૃત પીઢીનું નિર્માણ તરફ એક મોટું કદમ ઉઠાવી રહી છે.
  • આપણે ઈન્ટરનેટની પહેલી જીથી લઈને 4જી સુધી  સેવાઓનો ઉપયોદ કર્યો છે. હવે દેશમાં 5જી મોટું ફેરફાર કરનાર છે.
  • આજે 5જી, સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી શિક્ષા વ્યવસ્થાને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. હવે વર્ચુઅલ રિએલિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સની તાકાતને પણ સ્કૂલોમાં અનુભવ કરી શકાશે.
  • પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પહેલા વિદ્યાર્થીઓ ધોરણ 8મા સુધી માંડ માંડ ભણતા હતા, 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલ જ જતા નહોતા. 
  • પીએમ મોદીએ કહ્યું, આપણે શિક્ષા ગુણવત્તા પર સૌથી વધારે બળ આપ્યું, બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરાઇ, બે દસકામાં સવા લાખથી વધુ ક્લાસરુમ બન્યાં, આપણે બે દશકામાં ગુજરાતના લોકોએ શિક્ષણની કાયા પલટ કરી નાંખી છે.
  • મોદીએ જણાવ્યું હતું કે, પહેલીવાર હું આદિવાસી વિસ્તારમાં ગયો ત્યારે મેં કહ્યું હું ભિક્ષા માંગવા આવ્યો છું, મને તમારા બાળકો આપો અને હું આંગળી પકડીને સ્કૂલ લઇ ગયો.
  • પીએમ મોદીએ કહ્યું દરેક જનરેશને ટેકનોલોજી સાથે જીવનને જોડ્યું છે. દેશમાં સ્કૂલની પણ અલગ અલગ જનરેશનને પણ આપણે જોઈ છે. શિક્ષણ વ્યવસ્થાને નેકસ્ટ લેવલ પર આ મિશન લઈ જશે. હું ભૂપેન્દ્રભાઇ અને તેમની ટીમને શુભેચ્છા આપું છું.
  • પીએમ મોદીએ કહ્યું, હમણાં જે બાળકો મને મળ્યા એ 2003માં પહેલા શાળા પ્રવેશોત્સવ વખતે આદિવાસી વિસ્તારમાં ગયો હતો એ સમયના બાળકો હતા. જે બાળકોને આંગળી પકડીને સ્કૂલે લઈ ગયો હતો એમના મને દર્શન કરવાની મોકો મળ્યો. બે દશકમાં 2 લાખ શિક્ષકોની ભરતી થઈ છે.
  • પીએમ મોદીએ કહ્યું, સીએમ હતો ત્યારે ગામડે ગામડે જઈને બાળકીઓને સ્કૂલમાં સૌ મોકલે એવો આગ્રહ કર્યો હતો. અમે પ્રવેશોત્સવ સમયે ગુણોત્સવની પણ શરૂઆત કરી હતી. થોડા સમય પહેલા ગાંધીનગર આવ્યો ત્યારે એ ગુણોત્સવનો ટેકનોલોજી સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર રૂપે જોવા મળ્યો હતો. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રનો અનેક રાજ્યના શિક્ષણમંત્રીઓએ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.
  • પીએમ મોદીએ કહ્યું, શિક્ષણ ક્ષેત્રે કઇક નવું કરવું એ ગુજરાતના dna માં છે, ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી દુનિયામાં એકમાત્ર યુનિવર્સિટી છે. ખેલમહાકુંભનું આયોજન પણ ગુજરાતે શરૂ કર્યું હતું. રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ગુજરાતમાં થયો, હું ખેલાડીઓ અને કોચના સંપર્કમાં રહું છું, એ મને શુભેચ્છાઓ આપે છે. પણ આનો શ્રેય ગુજરાત સરકારને જાય છે.
  • ગુજરાતમાં પહેલીવાર ટીચર ટ્રેનિંગ યુનિવર્સિટી, ઈસ્ટીટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના અમે કરી હતી.
  • કેન્દ્ર સરકારે આખા દેશમાં સાઢા 14 હજારથી વધુ પીએમ  શ્રી સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્કૂલ આખા દેશમાં નવા નેશનલ એજ્યુકેશન પોલિસી માટે મોડલ સ્કૂલ હશે.
  • પીએમ મોદીએ કહ્યું કે, આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવામાં આવે છે. વિદ્યાર્થીની તાકાત શું છે, શું સુધાર કરી શકાય એના પર કામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય વ્યક્તિને લાગે છે કે પહેલા 2g હતું, 3g આવ્યું, 4g થયું. પણ 4g એટલે સાયકલ અને 5g એટલે હવાઈ જહાજ. અલગ અલગ સ્કીલ ધરાવતા શિક્ષકો એક સ્થળેથી અનેક સ્થળે વર્ચ્યુલી ભણાવી શકશે.
  • પીએમ મોદીએ કહ્યું કે, કોડિંગ અને રોબોટિક્સની તમામ સુવિધાઓ અને શિક્ષણ બાળકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારે પૂરા દેશમાં સાડા 14 હજાર કરતાં વધતી પીએમ શ્રી સ્કૂલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 27 હજાર કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવશે. બાળકને તેની ભાષામાં જ શિક્ષણ મળે એ પ્રાથમિકતા. દેશમાં શું સ્થિતિ બનાવવામાં આવી હતી? અંગ્રેજી ભાષાને ઇન્ટેલિજંસી માની લેવાઈ હતી.
  • મોદીએ જણાવ્યું કે, દેશમાં ગામડાઓમાં જે પ્રતિભાશાળીઓ હતા એમની સાથે અન્યાય થયો. પણ હવે સાયન્સ, ટેકનોલોજી, મેડિકલનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની દિશામાં કામ શરૂ થયું છે.

— Narendra Modi (@narendramodi) October 19, 2022

સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ઘર આંગણે જ યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતના શિક્ષણ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. મહત્વનું છે કે, વડાપ્રધાન અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ ઉદ્ઘાટન કર્યું. કુલ રૂ. 10,000 કરોડના ખર્ચ સાથે આ મિશનની પરિકલ્પના કરવામાં આવી છે. પ્રથમ તબક્કે 4,258 કરોડના ખર્ચે તૈયાર થનાર સુવિધાનું ખાદ મુહુર્ત થશે. 10 હજાર કરોડનું આ મિશન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. પીએમ મોદીએ રાજ્યના સીએમ તરીકે બાળકોનાં વિકાસ માટે અથાગ પ્રયાસો કર્યા છે. ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટીને 3 ટકા બચ્યો છે. પહેલા રાજ્યમાં 27 યુનિવર્સિટીઓ હતી, આજે 102 યુનિવર્સિટીઓ છે. નવી એજ્યુકેશન પોલીસીથી ઉચ્ચ અભ્યાસક્રમ પ્રાદેશિક ભાષામાં શરૂ થયો છે. એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતમાં મેડિકલ અભ્યાસ ગુજરાતીમાં શરૂ થશે. રાજ્યની 15 હજાર પ્રાથમિક અને 5 હજાર માધ્યમિક શાળાઓને ઉચ્ચ સુવિધાઓ મળશે. આ પ્રોજેક્ટ દેશનો સૌથી મોટો સ્કૂલ ટ્રાન્સફોર્મ પ્રોજેક્ટ બનશે.

તમને જણાવી દઈએ કે આ લોકાર્પણ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીનું સ્વાગત કર્યું હતું.

— CMO Gujarat (@CMOGuj) October 19, 2022

ત્રિમંદિરમાં કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન લગભગ 4260 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ મિશન રાજ્યમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ અને શાળાના માળખાકીય માળખાના એકંદર અપગ્રેડેશન દ્વારા ગુજરાતમાં શિક્ષણ માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 19, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news