Varun Dhawan: વરુણ ધવન ખતરનાક બીમારીનો ભોગ બન્યો, જાણો શું છે મામલો
Varun Dhawan Vestibular Hypofunction: બોલીવુડ અભિનેતા વરુણ ધવન હાલ નવી ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ભેડિયામાં વરુણ ધવન સાથે અભિનેત્રી કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખુબ પસંદ કર્યું છે. અભિનેતાનો કોમેડી સાથેનો હોરર લૂક લોકોને ખુબ ગમી રહ્યો છે. આવામાં સ્ટાર્સની જવાબદારી વધી જાય છે કે ફિલ્મનું પ્રમોશન સારી રીતે થાય.
Trending Photos
Varun Dhawan Vestibular Hypofunction: બોલીવુડ અભિનેતા વરુણ ધવન હાલ નવી ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ભેડિયામાં વરુણ ધવન સાથે અભિનેત્રી કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખુબ પસંદ કર્યું છે. અભિનેતાનો કોમેડી સાથેનો હોરર લૂક લોકોને ખુબ ગમી રહ્યો છે. આવામાં સ્ટાર્સની જવાબદારી વધી જાય છે કે ફિલ્મનું પ્રમોશન સારી રીતે થાય. વરુણ ધવન ફિલ્મ માટે સતત ઈન્ટરવ્યુ પણ આપી રહ્યો છે. આ દરમિયાન તેણે એક મોટો ખુલાસો કર્યો. વરુણે હાલમાં જ જણાવ્યું કે તે એક દુર્લભ બીમારી વેસ્ટીબ્યુલર હાઈપોફંક્શન સામે ઝઝૂમી રહ્યો છે. આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી દે છે.
ગંભીર બીમારીનો ભોગ બન્યો વરુણ ધવન
વરુણ ધવને હાલમાં જ ભેડિયા ફિલ્મના પ્રમોશન દરમિયાન ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે પોતાની પાછલી ફિલ્મ જુગ જુગ જિયોના શુટિંગમાં પોતાના પર હદ કરતા વધુ પ્રેશર નાખ્યું હતું, જેનું હવે ખરાબ પરિણામ પોતે ભોગવી રહ્યો છે. વરુણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'જે પળ આપણે દરવાજો ખોલીએ છીએ ત્યારે એવું નથી લાગતું કે આપણે ફરીથી એ જ રેટ રેસમાં સામેલ થઈ જઈએ છીએ. અહીં કેટલા લોકો છે જે કહી શકે કે તેઓ (કોરોના મહામારી બાદ) બદલાઈ ગયા છે. મે લોકોને આકરી મહેનત કરતા જોયા છે. મે પોતે મારી ફિલ્મ 'જુગ જુગ જિયો' માં હદથી વધુ મહેનત શરૂ કરી દીધી હતી. એવું લાગતું હતું કે આપણે કોઈ ઈલેક્શન ચલાવી રહ્યા છીએ, મને નથી ખબર કેમ, પરંતુ મે મારી જાત પર વધુ પ્રેશર લીધુ હતું.'
વરુણ ધવને જણાવ્યું કે 'મે મારી જાતને હવે રોકી લીધી છે, મને નથી ખબર મારી સાથે શું થયું. હું વેસ્ટીબ્યુલર હાઈપોફંક્શન સામે ઝઝૂમી રહ્યો છું. જેના કારણે સામાન્ય રીતે શરીરનું બેલેન્સ જતું રહે છે. પરંતુ મે મારી જાતને ખરાબ રીતે હોમી દીધી. આપણે ફક્ત રેસમાં ભાગી રહ્યા છીએ અને તેના વિશે કોઈ પૂછતું નથી, કેમ. મને લાગે છે કે આપણે કોઈ મોટા હેતુ માટે અહીં છીએ. હું મારી જાતને ખોળી રહ્યો છું અને આશા છે કે તમે લોકો પણ પોતાને શોધતા હશો...'
આ Video પણ ખાસ જુઓ...
શું હોય છે આ વેસ્ટીબ્યુલર હાઈપોફંક્શન
અત્રે જણાવવાનું કે વેસ્ટીબ્યુલર હાઈપોફંક્શન એક કાન સંલગ્ન બીમારી હોય છે. આ બીમારીમાં કાનના અંદરના ભાગ પર અસર થાય છે. જે આંખની નીચે બોડી બેલેન્સ કરવાનું કામ કરે છે. તે બરાબર કામ ન કરે તો માણસને ચક્કર આવવા લાગે છે અને તે પોતાનું બેલેન્સ ગુમાવી દે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે