ઈન્દ્રનીલ રાજ્યગુરુનો AAP પર ગંભીર આરોપ, 'બે CM પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા લઈને ગુજરાત આવે છે'

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, AAPના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ નક્કી કરે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP પર મોટો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુનો AAP પર ગંભીર આરોપ, 'બે CM પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા લઈને ગુજરાત આવે છે'

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ તાત્કાલિક ધોરણે આપને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી પર અનેક મોટા આરોપ લગાવ્યા છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, AAPના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ નક્કી કરે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP પર મોટો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગુજરાતમાં આવતા AAPના રૂપિયાને લઈ મોટો આરોપ લગાવ્યો છે.

ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, મારા પાછા ફર્યા પછી AAP એ આરોપ લગાવ્યો કે, હું CM ચહેરો બનવા માંગું છે અને 15 લોકો માટે ટિકિટ માંગી રહ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે મેં જોયું છે કે કોંગ્રેસને હરાવવા માટે તેઓએ ભાજપ સાથે સેટિંગ કર્યું? કમલમ તરફથી ટિકિટ સેટિંગનો મેસેજ આવે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસે કહ્યું પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાત આવે છે. AAPને મળતા ફંડની તપાસ થવી જોઈએ. 

પવન ખેડાએ જણાવ્યું હતું કે, દિલ્હીથી જીત્યો, તો બીજા પૈસા પંજાબમાં લગાવ્યા, અને પંજાબમાં જીત્યા તો બચેલા પૈસા ગુજરાતમાં લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી કમલમથી આવે છે. જ્યારે રઘુ શર્માએ જણાવ્યું કે, જો પ્લેનથી રૂપિયા ગુજરાત આવી રહ્યા છે તો રૂપિયા આવવાનો રસ્તો કોણ આપી રહ્યું છે?

ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો
ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો કર્યો હતો કે, જ્યારે બે મુખ્યમંત્રીઓ (દિલ્હી અને પંજાબ) રાજકોટ આવે છે, ત્યારે પ્લેનમાં પૈસા આવે છે, અને તેમને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. પંજાબથી દિલ્હી વાયા ગુજરાત નાણાં મોકલવામાં આવે છે, પરંતુ નાગરિક ઉડ્ડયન દ્વારા અટકાવવામાં આવતું નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરાયો હતો.

ગુજરાતમાં આવતા AAPના રૂપિયાને લઈને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, AAP પાસે મોટા પ્રમાણમાં ફંડ આવી રહ્યું છે. એટલા બધા રૂપિયા હતા કે મેં મારી આંખોથી જોયુ છે. AAPમાં ભ્રષ્ટાચાર નથી તો આટલા રૂપિયા ક્યાંથી આવે છે? મેં પૂછ્યું આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? તો કોઈ જવાબ મળ્યો નહોતો. પહેલી ઓકટોબરે બે મુખ્યમંત્રીઓ રાજકોટ આવ્યા હતા. બે મુખ્યમંત્રીઓએ કહ્યું વિમાનથી રૂપિયા લાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી લોકોને મુર્ખ બનાવી રહી છે. બે સીએમ પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આરોપ પણ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ લગાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news