VIDEO: રિસેપ્શનમાં અનુષ્કાએ કર્યો 'દિલ્હીવાળી સ્ટાઈલ'થી ડાન્સ, ખાસ જુઓ

ટીમ ઈન્ડિયાના કેપ્ટેન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના રિસેપ્શનમાં જોરદાર મસ્તી જોવા મળી.

  • રિસેપ્શન પાર્ટીમાં અનુષ્કા શર્માએ લાલ રંગની સાડી પહેરી હતી
  • વિરાટ કોહલીએ કાળા રંગની શેરવાની પહેરી હતી
  • વિરાટ કોહલી અને અનુષ્કાના 11મી ડિસેમ્બરે લગ્ન થયા હતાં

Trending Photos

VIDEO: રિસેપ્શનમાં અનુષ્કાએ કર્યો 'દિલ્હીવાળી સ્ટાઈલ'થી ડાન્સ, ખાસ જુઓ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટેન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના રિસેપ્શનમાં જોરદાર મસ્તી જોવા મળી. વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં ગુરદાસ માને તેમના ગીતોથી જબરદસ્ત માહોલ જમાવ્યો હતો. રિસેપ્શનમાં વિરાટ-અનુષ્કાએ સુપર્બ ડાન્સ પણ કર્યો. હોટલ તાજ ડિપ્લોમેટિક એન્ક્લેવના ધી દરબાર હોલમાં થયેલા રિસેપ્શન દરમિયાન અનુષ્કાએ મોંઢામાં નોટ દબાવીને જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી પણ તેમની સાથે હતાં. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કપલને આશીર્વાદ આપવા માટે ત્યાં ગયા હતાં. 

વિરાટ અનુષ્કાના રિસેપ્શનમાં પરિવારના સભ્યો ઉપરાંત પંજાબી સિંગર ગુરદાસ માન, ગૌતમ ગંભીર અને તેમની પત્ની નતાશા, સુરેશ રૈના અને પત્ની પ્રિયંકા, શિખર ધવન અને આયેશા, અરુણ જેટલી અને અનુરાધા પ્રસાદે હાજરી આપી હતી. બીજુ રિસેપ્શન 26 ડિસેમ્બરે મુંબઈમાં થશે. અહીં ક્રિકેટ અને બોલિવૂડ જગતની તમામ હસ્તીઓ આવે તેવી શક્યતા છે. વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માના મોટાભાગના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકો મુંબઈ રિસેપ્શનમાં સામેલ થશે. આ રિસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ પણ પહોંચશે. અનુષ્કા અને તેની ફેમિલી મુંબઈમાં રહે છે. 

A post shared by Just Filmy1 (@justfilmy1) on

રિસેપ્શન પાર્ટીમાં પહેલા તો કોહલી અને અનુષ્કા મહેમાનો સાથે પોઝ આપતા જોવા મળ્યાં. ત્યારબાદ બંનેએ ડીજે ફ્લોર પર ધમાલ કરી.  ડીજે ફ્લોર પર અનુષ્કા શર્માની દિલ્હીવાળી સ્ટાઈલ જોવા મળી. અનુષ્કા મોંઢામાં નોટ દબાવીને બરાબર નાચી. અનુષ્કા સાથે વિરાટ પણ નાચ્યો. 

અત્રે જણાવવાનું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના 11 ડિસેમ્બરના રોજ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન થયા હતાં. ખુબ જ અંગત લોકોની હાજરીમાં તેમણે ઈટલી ખાતે લગ્ન કર્યા હતાં. કોહલીએ ટ્વિટ કરીને લગ્નની પુષ્ટિ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news