હાઇલા! તમન્નાએ કેમ પહેર્યો છે ખાલી તકિયાનો ડ્રેસ, પાછળ છે મોટું કારણ

તસવીરમાં તમન્ના એક તકિયાનો ડ્રેસ, બેલ્ટ અને હિલ્સ પહેરેલી જોવા મળી રહી છે

હાઇલા! તમન્નાએ કેમ પહેર્યો છે ખાલી તકિયાનો ડ્રેસ, પાછળ છે મોટું કારણ

મુંબઈ : હાલમાં દેશમાં લોકડાઉનના ચાલી રહ્યું છે જેના કારણે નવરી પડેલી સેલિબ્રિટીઓએ અનેક નવી વાયરલ ચેલેન્જની શરૂઆત કરી છે. હાલમાં જ એક્ટ્રેસ તમન્નાએ પણ એવા જ એક ચેલેન્જમાં ભાગ લીધો. ક્વોરન્ટાઈન પિલો ચેલેન્જમાં ભાગ લેતા તમન્નાએ પોતાની એક તસ્વીર શેર કરી જેમાં તે શરત પ્રમાણે ફક્ત એક તકિયાનો ડ્રેસ, બેલ્ટ અને હિલ્સ પહેરેલી જોવા મળી રહી છે. તમન્નાની આ તસવીર વાયરલ બની છે. 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

તમન્નાએ આ તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- હું ક્લબ બેડ જઈ રહી છું જ્યાં ડીજે પીલો અને એમસી બ્લેકેન્ટ પરફોર્મ કરી રહ્યા છે.

થોડા સમય પહેલાં સિંગર નેહા કક્કરની આ ચેલેન્જ વાયરલ બની હતી. તાજેતરમાં નેહા કક્કરે એક પોતાના ટિકટોક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં નેહા અલગ અલગ ત્રણ તકિયાનો ડ્રેસ પહેરીને નજરે પડી રહી છે. નેહાએ વીડિયોમાં એકદમ જક્કાસ લાગવા માટે તકિયાને બેલ્ટ સાથે બાંધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news