રિલીઝ થયું દબંગ 3નું મુન્ના બદનામ હુઆ, કેવું છે ગીત? જાણવા કરો ક્લિક

લોકો લાંબા સમયથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. આ કારણે જ ગીત રિલીઝની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે

Punita Vaidya Punita Vaidya | Updated: Nov 12, 2019, 05:45 PM IST
રિલીઝ થયું દબંગ 3નું મુન્ના બદનામ હુઆ, કેવું છે ગીત? જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડનો સુપર સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની આગામી ફિલ્મ દબંગ 3 (Dabang 3)ના કારણે એકદમ વ્યસ્ત છે. પહેલાં આ ફિલ્મનું ટ્રેલર લોકોને બહુ પસંદ પડ્યું હતું અને હવે એના ગીતોને રિલીઝ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું ગીત મુન્ના બદનામ હુઆ રિલીઝ થયું છે. લોકો લાંબા સમયથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા જેના કારણે ગીત રિલીઝ થતા જ વાયરલ થઈ ગયું છે. 

હાલમાં આ ગીતનું ઓડિયો વર્ઝન જ રિલીઝ કરવામાં આવ્યું છે પણ ગીતના શબ્દો એટલા જબરદસ્ત છે કે તેણે બધાના દિલ જીતી લધા છે. આ ગીતને બાદશાહ, કમાલ ખાન અને મમતા શર્માએ મળીને ગાયું છે તેમજ સંગીત સાજિદ અને વાજિદનું છે. આ ફિલ્મ 2012ની દબંગની સિક્વલ છે. સલમાને જાહેરાત કરી છે કે આ ફિલ્મ હિન્દી સિવાય તામિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. 

દબંગ 3માં સોનાક્ષી સિંહા સિવાય સઇ માંજરેકર (Saiee Manjrekar) પણ હિરોઇનના રોલમાં છે. સઇ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવા છે અને પ્રોડ્યુસરની જવાબદારી સલમાન અને તેનો ભાઈ અરબાઝ ભજવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...