અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત, 4 લોકોના મોત

શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. 

Updated By: Nov 12, 2019, 10:10 PM IST
અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત, 4 લોકોના મોત

અમદાવાદઃ અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ટ્રકે રીક્ષાને અડફેડે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. આજે કાર્તિક પૂનમ હોવાથી શામળાજી મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ-ઉદેપુર હાઇવે પર શામળાજીથી દર્શન કરીને રીક્ષામાં દર્શનાર્થીઓ પરત આવી રહ્યાં હતા ત્યારે એક ટ્રક સાથે રીક્ષાની ટક્કર થઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 6થી વધુ લોકોને ઈજા પહોંચતા તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ મૃતકો તલોદના ગઢી ગામના વતની છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube