Katrina Kaif-Vicky Kaushal હનીમૂન માટે ક્યા જશે! મુંબઈ એરપોર્ટથી સીધા આ સુંદર જગ્યાએ રવાના થશે!
અહેવાલ મળી રહ્યા છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલ શુક્રવાર, 10 ડિસેમ્બરે બપોરે 12.30 વાગ્યે કાલીના એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હનીમૂન માટે એરપોર્ટથી સીધા માલદીવ જશે. તેઓ મુંબઈ એરપોર્ટની બહાર નહીં આવે.
Trending Photos
નવી દિલ્હી: અહેવાલ મળી રહ્યા છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલ શુક્રવાર, 10 ડિસેમ્બરે બપોરે 12.30 વાગ્યે કાલીના એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હનીમૂન માટે એરપોર્ટથી સીધા માલદીવ જશે. તેઓ મુંબઈ એરપોર્ટની બહાર નહીં આવે. સીધા હનીમૂન પર જશે. બોલિવુડના બંને પ્રેમીઓ આખરે લગ્નના બંધનમાં બંધાયા. હવે તેમનો સંબંધ જન્મ-જન્મનો બની ગયો છે. બોલિવૂડનું સૌથી પ્રિય કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરે પતિ-પત્ની બની ગયા છે. આ કપલના શાહી લગ્નની તસવીરો પણ સામે આવવા લાગી છે. અહેવાલ છે કે 10 ડિસેમ્બરે વિકી-કેટરિના હનીમૂન માટે માલદીવ જવા રવાના થશે.
વિકી-કેટરિના લગ્ન બાદ હનીમૂન પર જશે
ઈન્સાઈડર તરફથી મળેલી માહિતીને ટાંકીને જાણવા મળ્યુ છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ શુક્રવારે 10 ડિસેમ્બરે બપોરે 12.30 વાગ્યા સુધીમાં કાલીના એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ તેમના હનીમૂન માટે સીધા માલદીવ જશે. તેઓ મુંબઈ એરપોર્ટની બહાર નહીં આવે. સીધા હનીમૂન પર જશે.
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. વિકી-કેટરિનાએ પોતે તેને ઈન્સ્ટા પર શેર કર્યો છે. રેડ વેડિંગ કપલમાં કેટરિના કૈફ અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.
કેટરીના કૈફે લગ્નમાં લાલ લહેંગા, જુડા, માથા પટ્ટી, ટીકા, નથ, ચોકર નેકપીસ અને તમામ એસેસરીઝ દુલ્હનના રૂપને શોભે તેવી કરી હતી. કેટરીનાનો રિયલ બ્રાઈડલ લૂક બેશક ખાસ અને તેના રીલ લુકથી અલગ છે. કેટરિના અને વિકી કૌશલના લગ્ન બાદ ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનનો સિલસિલો ચાલુ છે. રાજસ્થાનમાં ભવ્ય લગ્ન કર્યા પછી કપલ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં બી-ટાઉન સ્ટાર્સ હાજરી આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે