બોલિવૂડ વિશે યામીએ જણાવી કડવી વાત, કહ્યું કે...
પોતાની અત્યારની સ્થિતિ વિશે યામી કહે છે કે એક્ટ્રેસ તરીકે મારો વિકાસ થયો છે પણ હું મારી જાતને સ્ટાર નથી સમજતી. દિલથી હું આજે પણ ચંડીગઢમાં ઉછરેલી પહાડી છોકરી છું
Trending Photos
નવી દિલ્હી : અભિનેત્રી યામી ગૌતમે (Yami Gautam) પોતાની કરિયરમાં વિકી ડોનર (Vicky Donor), કાબિલ અને ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. યામીનું માનવું છે કે બોલિવૂડમાં આપબળે સફળતા મેળવવાનું સહેલું નથી.
હાલમાં યામીએ આઇએએનએસ સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ''મને ખબર છે કે એક અભિનેત્રી તરીકે મારો વિકાસ થયો છે. મેં મારી કરિયરમાં વિકી ડોનર, કાબિલ તેમજ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. મારા માટે બદલાપુર અને સરકાર જેવી ફિલ્મોમાં પણ ખાસ છે. સરકાર હિટ નહોતી પણ એ મારા માટે ખાસ રહેશે કારણ કે એમાં અમિતાભ બચ્ચન હતા. બાલા પણ મારા માટે બહુ સારો અનુભવ રહ્યો છે.''
પોતાની અત્યારની સ્થિતિ વિશે યામી કહે છે કે "એક્ટ્રેસ તરીકે મારો વિકાસ થયો છે પણ હું મારી જાતને સ્ટાર નથી સમજતી. દિલથી હું આજે પણ ચંડીગઢમાં ઉછરેલી પહાડી છોકરી છું. ફિલ્મો મારા માટે જીવનનો મહત્વનો હિસ્સો છે અને બોલિવૂડમાં આપબળે કંઈ પણ કરવાનું સહેલું નથી. દેશમાં અનેક પ્રતિભાશાળી છોકરાઓ અને છોકરીઓ છે જેને હજી તક નથી મળી. હું નસીબદાર છું કે મને પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાની તક મળી છે."
જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે