IPL 2020: ...તો રહાણે રાજસ્થાન રોયલ્સ નહીં, આ ટીમમાં રમશે

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, અંજ્કિય રહાણે રાજસ્થાન રોયલ્સ છોડીને દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે. 
 

IPL 2020: ...તો રહાણે રાજસ્થાન રોયલ્સ નહીં, આ ટીમમાં રમશે

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે (ajinkya rahane) ગુરૂવારે આઈપીએલ (IPL) ખેલાડીઓની ટ્રાન્સફર વિન્ડો બંધ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સ (rajasthan royals) છોડીને દિલ્હી કેપિટલ્સ (delhi capitals) સાથે જોડાશે. બીસીસીઆઈના (bcci) એક અધિકારીએ કહ્યું, 'વાતચીત ચાલી રહી છે. આજે સાંજ સુધી નિર્ણય લેવાનો છે અને લઈ લેવામાં આવશે.'

રહાણે 2011મા મુંબઈ ઈન્ડિયન્સથી રાજસ્થાન રોયલ્સમાં આવ્યો હતો. તે આઈપીએલમાં બે સદી ફટકારી ચુક્યો છે અને 2012મા રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રહાણેના સ્થાને રોયલ્સ પૃથ્વી શોને લઈ શકે છે, જેનો ડોપિંગ પ્રતિબંધ શુક્રવારે પૂરો થઈ રહ્યો છે. 

રહાણેણે 2019ની સિઝનમાં 14 મેચોમાં 393 રન બનાવ્યા હતા. પરંતુ સિઝનની વચ્ચે તેને કેપ્ટન પદેથી હટાવીને સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રહાણેએ ભારત માટે અંતિમ ટી20 મેચ 2016મા અને અંતિમ વનડે ફેબ્રુઆરી 2018મા રમી હતી. 

કૃષ્ણપ્પા ગૌતમે પણ છોડ્યો રાજસ્થાનનો સાથ
આઈપીએલની પાછલી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમને પણ રાજસ્થાન રોયલ્સે ટ્રેડ કરી લીધો છે. હવે આગામી સિઝનમાં ગૌતમ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news