'શરીરને કંટ્રોલ કરો, સીધા પથારીમાં ન પહોંચો', આ હિરોઈને છોકરીઓને આપી સલાહ

બોલિવૂડની પીઢ અભિનેત્રી ઝીનત અમાન ઘણીવાર ઘણા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે અને વિચાર્યા વગર જ બોલે છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઝીનતે યુવા પેઢી અને ખાસ કરીને છોકરીઓ માટે એક મોટી વાત કહી છે. તેણે પ્રેમીપંખીડાંને હમ બિસ્તર થવા પર એક સલાહ આપી છે. 

'શરીરને કંટ્રોલ કરો, સીધા પથારીમાં ન પહોંચો', આ હિરોઈને છોકરીઓને આપી સલાહ

મુંબઈઃ પીઢ અભિનેત્રી ઝીનત અમાન બોલિવૂડની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી રહી છે. એમ કહેવું ખોટું નહીં હોય કે તેઓ એક એવું વ્યક્તિત્વ છે જે દરેક પેઢીના ફિલ્મ પ્રેમીઓના પ્રિય છે અને તેમની શાનદાર કારકિર્દી તેમને આજે પણ શ્રેષ્ઠ બનાવે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, પીઢ અભિનેત્રીએ યુવા પેઢીમાં ડેટિંગ વિશે વાત કરી છે. 'સત્યમ શિવમ સુંદરમ' અભિનેત્રીએ યુવા પેઢીને કેટલીક ડેટિંગ અંગે સલાહ આપી અને સૂચન કર્યું કે લોકોએ તેમની શારીરિક જરૂરિયાતોને કાબૂમાં રાખવી જોઈએ અને પહેલાં એકબીજાને સારી રીતે જાણી લેવું જોઈએ.

શો 'સ્વાઈપ રાઈડ' પર તાજેતરમાં થયેલી વાતચીતમાં, પીઢ અભિનેત્રી Zeenat Aman એ યુવા પેઢીને ડેટિંગની કેટલીક સલાહ આપી હતી અને સૂચવ્યું હતું કે લોકો માટે એકબીજાને સારી રીતે જાણવું મહત્વપૂર્ણ છે અને તેઓએ તેમની શારીરિક સ્થિતિ પર કંટ્રોલ રાખવું જોઈએ. ઝીનતે કહ્યું, 'મને આ કહેતા અજીબ લાગે છે, પરંતુ મને લાગે છે કે યુવાનોએ પોતાની શારીરિક સ્થિતિ પર નિયંત્રણ રાખવું જોઈએ. મળ્યાના થોડા દિવસોમાં જ છોકરા સાથે  પથારીમાં ન જાવ. તમે એકબીજાને ઓળખો ત્યાં સુધી રાહ જુઓ. તમે ખૂબ કિંમતી છો. તેને બગાડો નહીં, એને એમ જ જવા દો નહીં.'

'આવા વ્યક્તિને બહારનો દરવાજો બતાવો'
શો દરમિયાન, પીઢ અભિનેત્રીએ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા વિશે પણ વાત કરી અને તેમના માટે અવરોધોને દૂર કરવા અને તેમના જુસ્સાને અનુસરવું કેટલું મહત્વપૂર્ણ છે. અભિનેત્રીએ કહ્યું, 'જો કોઈ પુરુષ ક્યારેય આનાથી ડરતો હોય તો તેને દરવાજો બતાવો. હું એક વસ્તુ યુવાન મહિલાઓને સલાહ આપીશ કે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બને અને પોતાના પર રોકાણ કરે.

ઝીનત અમાનની શ્રેષ્ઠ ફિલ્મો
કહેવાની જરૂર નથી કે અભિનેત્રીએ તેની શ્રેષ્ઠ ફિલ્મોથી બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે અને દર્શકોને ઘણી હિટ ફિલ્મો આપી છે. 'ડોન' અને 'ધરમ વીર'થી લઈને 'કુરબાની' અને 'સત્યમ શિવમ સુંદરમ' સુધી, ઝીનતે પોતાના ચાર્મ વડે દર્શકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. 71 વર્ષની અભિનેત્રી 'હરે રામ હરે કૃષ્ણ' અને 1983ની 'મહાન' સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news