ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે

જો હવે તમે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો સીધા જેલમા જશો. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આવતીકાલથી 10 દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવશે. જેમાં રોંગ સાઈડ જનાર લોકોની ધરપકડ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાં જામીન લેવા જવું પડશે.

ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે

ઝી બ્યુરો/અમદાવાદ: જો હવે તમે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો સીધા જેલમા જશો. જી હા...અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આવતીકાલથી 10 દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવશે. જેમાં રોંગ સાઈડ જનાર લોકોની ધરપકડ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાં જામીન લેવા જવું પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં રોંગ સાઇડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.

આ ગુનામાં વાહનચાલકની ધરપકડ
અમદાવાદ શહેરમાં રોંગસાઈડ વાહન ચલાવવાને કારણે વાહન અકસ્માતમાં ગંભીર પ્રાણઘાતક ઘટનાઓ સામે આવતી હોય છે અને અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાની ઘટનાઓ પણ બને છે. જેથી અમદાવાગ શહેરમાં રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા આ અંગેની ડ્રાઈવ રાખવી જરૂરી બનતા અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22/06/2024થી 30/06/2024 સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી છે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ કેસો કરવાની કામગીરી ઉક્ત સમયગાળા બાદ પણ ચાલું રહેનાર છે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ શહેરના એસ.જી. હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે. ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news