પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો હવે ચેતી જજો! અમદાવાદમાં બે દિવસમાં 11ની ધરપકડ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વટવા અને મણીનગર માં વિસ્તારમાં અલગ અલગ બે ફરિયાદ નોંધીને બે દિવસમાં 11 વ્યાજખોરની ધરપકડ કરી વધુ ફરાર વ્યાજખોરની તપાસ શરુ કરી છે.

પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો હવે ચેતી જજો! અમદાવાદમાં બે દિવસમાં 11ની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ ફરી એક વાર શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વટવા અને મણીનગર માં વિસ્તારમાં અલગ અલગ બે ફરિયાદ નોંધીને બે દિવસમાં 11 વ્યાજખોરની ધરપકડ કરી વધુ ફરાર વ્યાજખોરની તપાસ શરુ કરી છે.

પહેલા વટવા વિસ્તારની વાત કરીએ તો વટવાના એક વેપારીએ વ્યાજખોરો પાસેથી લીધેલા પૈસાની સામે આરોપીઓએ પાંચ જેટલી ગાડીઓ પચાવી પાડી ધમકીઓ આપતા કંટાળીને વેપારી ઘર છોડીને ફરાર થઈ જતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં 7 આરોપી ઓની ધરપકડ કરી છે. વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ આરોપીઓના નામ ગોપાલ ઝાપડા, કલ્પેશ લાબરીયા, જીલેશ મુંધવા, માલાભાઈ ભરવાડ કલ્પેશ રબારી અને ગોપાલ ભરવાડ છે. આરોપીઓના ત્રાસથી કંટાળી એક વેપારીએ પોતા નું ઘર છોડવું પડ્યું છે. વટવામાં રહેતા સંજયભાઈ ભરવાડ નામના વેપારી જે પોતાના ભાઈ સાથે ગેરેજના તેમજ ટ્રાન્સપોર્ટ ધંધામાં જોડાયેલા હતા. 

ધંધામાં ખોટ જતાં એક વર્ષ પહેલા વટવા GIDC માં વ્યાજનો ધંધો કરતા ગોપાલ ઝાપડા અને અન્ય આરોપીઓ પાસેથી 10 ટકા વ્યાજે 25 લાખ અને બાદમાં વધુ પૈસાની જરૂર પડતા મુકેશ મેવાડા પાસેથી 15 ટકા વ્યાજે 18 લાખ રૂપિયા લીધા હતા. જેનો વ્યાજ સમયસર ચુકવવા છતાં મુકેશ મેવાડા એ સંજય ભરવાડ ની થાર ગાડી પડાવી લીધી હતી. 

મુકેશ મેવાડા એ ગાડી પડાવ્યા બાદ સંજય ભરવાડ ને મૂડી કે વ્યાજ લીધા વિના ગાડી લેવા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ છેલ્લા એક મહિનાથી વેપારીને ધંધામાં મંદી આવતા વ્યાજના પૈસા ચૂકવી ન શકતા ગોપાલ ઝાપડા એ વેપારીની ટ્રક અને આઇસર, કલ્પેશ રબારી એ સ્કોર્પીઓ તેમજ ગોપાલ ઝાપડા એ ક્રેન ધમકી ઓ આપી પડાવી લીધી હતી. આરોપી ઓ અવારનવાર સંજય ભરવાડ ને ધમકી ઓ આપી કડક ઉઘરાણી કરતા હોવાથી 15 જુલાઈથી સંજય ભરવાડ ઘર છોડીને ક્યાંક જતા રહ્યા હતા. 

જે અંગે પોલીસમાં જાણવાજોગ પણ દાખલ કરાઈ હતી. અંતે આ મામલે સંજય ભરવાડ ના ભાઈ લાખાભાઈ ભરવાડે 7 આરોપીઓ સામે વટવા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 આરોપી ઓની ધરપકડ કરી 4 વાહન કબજે કર્યા છે. આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી મુકેશ મેવાડા ફરાર હોય અને તેની પાસે વેપારીની થાર ગાડી હોય તેને પકડી પાડવા પોલીસે ટીમ કામે લગાડી છે. 

મણીનગરમાં પણ ફરિયાદીએ પોતાની બહેનની સારવાર કરવા માટેથી વ્યાજખોર પાસેથી 4 લાખ 89 હજાર વ્યાજ પર લીધા હતા. જેમાં અત્યાર સુધીમાં ફરિયાદીએ 15 લાખ 39 હજાર વ્યાજ સહીત મુદ્દલ રકમ ચૂકવી હતી. તેમ છતાં બીજા 3 લાખ 45 હાજર માંગતા હતા, ત્યારે ફરિયાદી પાસેની બાઈક પણ પાંચ વ્યાજખોરોએ બાઈક ગીરવે લઇ લીધી હતી. અંતે કંટાળીને ફરિયાદીએ મણિનગર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. મણીનગર પોલીસે 5 વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી જયેશ રબારી, રૂતિક પાટડિયા, સુમિત પટેલ અને પરેશ દેસાઈની ધરપકડ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news