કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો; 43ની જિંદગી હણી, હવે શહેરોમાં દેખાયો!

ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે.

કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો; 43ની જિંદગી હણી, હવે શહેરોમાં દેખાયો!

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે આખા ગુજરાતને પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી 43ના મોત થયા છે તો 54થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાતના કયા કયા જિલ્લામાં થયો ચાંદીપુરાનો ફેલાવો? ક્યાં કેવી છે તેની ઘાતક અસર? જુઓ આ અહેવાલમાં.

કોરોના પછી ચાંદીપુર વાયરસે મચાવ્યો હાહાકાર 
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વાયરસે લીધો ભરડો
ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે આવ્યો ઉછાળો 
સાબરકાંઠાથી શરૂ થયેલો વાયરસ ગુજરાતમાં ફેલાયો
ગામડા પછી હવે શહેરોમાં પણ દેખાયો ચાંદીપુરા
અત્યાર સુધી 43 બાળકનો ચાંદીપુરાએ લીધો જીવ

ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે. રાજ્યના મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં વાયરસથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં 118 લોકો આવ્યા છે. જેમાંથી 43 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

  • ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં હાહાકાર 
  • અત્યાર સુધી ચાંદીપુરાથી ગુજરાતમાં 43ના મોત 
  • ગામડા બાદ હવે શહેરોમાં પણ ફેલાયો ચાંદીપુરા
  • સાબરકાંઠાથી શરૂઆત, હવે આખા ગુજરાતમાં ભરડો 
  • સૌથી વધુ પંચમહાલમાં 5ના મોત, અમદાવાદમાં 4ના મોત 
  • રાજ્યના તમામ મહાનગર વાયરસના ભરડામાં આવ્યા 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી શરૂ થયેલો આ વાયરસ હવે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયો છે. અનેક પરિવારને આ વાયરસે ઉઝાડ્યા છે. વાયરસની કયા જિલ્લામાં કેટલી અસર થઈ છે તેની વાત કરીએ તોસાબરકાંઠામાં 10 શંકાસ્પદ કેસ જોવા મળ્યા, જેમાંથી 2ના મોત થયા, અરવલ્લીમાં 6 શંકાસ્પદ કેસ જોવા મળ્યા અને 3ના મોત થયા, મહીસાગરમાં 2 કેસ જોવા મળ્યા અને 2ના મોત થયા, ખેડામાં 6 કેસ અને એકનું મોત, મહેસાણામાં 7 કેસ અને 2ના મોત, રાજકોટમાં 5 કેસ અને 3ના મોત, સુરેન્દ્રનગરમાં 4 કેસ અને એકનું મોત, અમદાવાદમાં 11 કેસ અને 4 લોકોના મોત, ગાંધીનગરમાં 6 કેસ અને 2ના મોત, પંચમહાલમાં 15 કેસ અને 5ના મોત, જામનગરમાં 6 કેસ અને 2ના મોત, મોરબીમાં 5 કેસ અને 3ના મોત, દાહોદમાં 2 કેસ અને 2ના મોત, વડોદરામાં 6 કેસ અને એકનું મોત, બનાસકાંઠામાં 5 કેસ અને 3ના મોત, સુરતમાં બે કેસ અને બેના મોત...આમ રાજ્યમાં કુલ 118 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે અને અત્યાર સુધી 43 લોકો મોતને ભેટ્યા છે.

ચાંદીપુરાના ક્યાં કેટલા કેસ? 
જિલ્લો        શંકાસ્પદ કેસ            મોત 
સાબરકાંઠા        10                     2
અરવલ્લી            6                     3
મહીસાગર          2                     2
ખેડા                  6                     1    
મહેસાણા           7                     2
રાજકોટ             5                     3
સુરેન્દ્રનગર         4                     1
અમદાવાદ        11                    4
ગાંધીનગર          6                     2
પંચમહાલ         15                     5
જામનગર           6                     2
મોરબી               5                    3
દાહોદ               2                     2
વડોદરા             6                     1
બનાસકાંઠા       5                     3
સુરત                 2                    2
કુલ                 118                 43

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસનો પ્રથમ કેસ 27 જૂન 2024ના દિવસે નોંધાયો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું પહેલું મોત આ વાયરસથી થયું હતું. ત્યારબાદ 5 જુલાઈ 2024ના દિવસે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષીય બાળકીનું આ વાઇરસના કારણે મોત થયું. 9 જુલાઈ 2024ના દિવસે સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થતા લોકોમાં ચાંદીપુરા વાઇરસનો ખોફ દિવસે ને દિવસે વધતો ગયો હતો. જે આંકડો હવે 2 મહિનામાં વધીને 118ને પાર પહોંચી ગયો છે.

સરકારે પણ ચાંદીપુરા વાયરસની ગંભીરતા સમજી છે. સરકારના આરોગ્ય વિભાગે અત્યાર સુધી 4 લાખ 68 હજાર 581 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરી છે તો 1 લાખ 5 હજાર 775 ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરી છે., 17 હજાર 112 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને એક હજાર શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે, જ્યારે 18 હજાર 313 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 814 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઈ છે. 

સરકારે શું કરી કામગીરી?

  • 4 લાખ 68 હજાર 581 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ
  • 1 લાખ 5 હજાર 775 ઘરોમાં સ્પ્રેઇંગ
  • 17 હજાર 112 શાળામાં મેલેથિયોનથી ડસ્ટિંગ, 1 હજાર શાળામાં સ્પ્રેઇંગ
  • 18 હજાર 313 આંગણવાડીમાં મેલેથિયોનથી ડસ્ટિંગ, 814મા સ્પ્રેઇંગ

આમ તો ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. આ વાયરસનો સૌથી પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં મળી આવ્યો હતો. આ વાયરસથી ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓ પ્રભાવિત છે. આ એક RNA વાયરસ છે જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. મચ્છરો અને માખી કરડવાથી આ વાયરસનો ફેલાવો થાય છે. આ વાયરસ 9 મહિનાથી 14 વર્ષના બાળકોને સૌથી વધારે શિકાર બનાવે છે. ત્યારે આ વાયરસથી બચવા માટે માખી અને મચ્છરોથી દૂર રહીએ અને ડૉક્ટરની ત્વરીત સલાહ લઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news