સાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાન

Adani Energy Solutions Q1 Results: દેશના બીજા નંબરના સૌથી અમીર શખ્સ ગૌતમ અદાણીની એક કંપનીને ત્રણ મહિનામાં જબરદસ્ત મોટું નુકસાન થયું છે. આ નુકસાન 800 કરોડથી વધુ રકમનું છે. કંપનીના જુનના ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે

સાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાન

Adani Energy Solutions એ ગુરુવારે ચાલુ ફાઈનાન્શિયલ વર્ષ 2024-25 નો પહેલો ત્રિમાસિક (એપ્રિલ-જુન) નો રિપોર્ટ જાહેર કર્યો. તેમાં સામે આવ્યું કે, આ કંપનીને ત્રિમાસિક ગાળામાં 824 કરોડનું નુકસાન થયું છે. તો એક વર્ષ પહેલા આ સમયગાળામાં કંપનીને 175 કરોડ રૂપિયાનો શુદ્ધ ફાયદો થયો હતો. કંપનીનું કહેવું છે કે, આ નુકસાન કંપનીના ખર્ચાને કારણે થયું છે. કંપનીના રિપોર્ટ અનુસાર, કંપનીના રેવન્યુમાં 47 ટકાનો વધારો થયો છે. પહેલા ત્રિમાસિકમાં ઓપરેન્સથી કંપનીનું રેવન્યુ 5379 કરોડ રૂપિયા રહ્યું. તોગ ત વર્ષે સમાન ત્રિમાસિકમાં આ 3664 કરોડ રૂપિયા હતું. જોકે, આ સમયગાળામાં શુદ્ધ નુકસાન 1191 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે ટેક્સ બાદ ફાયદો (PAT) 182 કરોડ રૂપિયા રહ્યો. 

  • અદાણી એનર્જી સોલ્યુશન્સે ગુરુવારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા
  • કંપની દ્વારા જારી કરાયેલા ફાઈલિંગ મુજબ કંપનીને 824 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે
  • જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક રૂ. 5379 કરોડ હતી, જે 47 ટકા વધુ છે

 
કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું કે, કંપનીનું વ્યાજ, ટેક્સ, મૂલ્ય, અને EBITDA થી પહેલા ઓપરેશનલ કમાણી આ ત્રિમાસિકમાં 1628 કરોડ રૂપિયા રહ્યું, જે વર્ષ દર વર્ષ 29.7 ટકાથી વધારે છે. કંપનીનું કહેવું છે કે, આ સમયગાળા માટે સમાયોજિત PAT 315 કરોડ રૂપિયા રહ્યું. જે ગત વર્ષની સમાન ગાળાની સરખામણીમાં 73 ટકાથી વધુ રહ્યું. ફાઈલિંગમાં કહેવામાં આવ્યું કે, હાલમાં જ શરૂ કરાવમાં આવેલી વારોરા કુરનુલ, કરુર, ખારઘર-વિક્રોલી અને ખાવડા-ભૂજ ટ્રાન્સમિશન લાઈનોને કારણે કંપનીના રેવન્યુમાં 47 ટકાનો વધારો થયો છે. તેને અદાણી ઈલેક્ટ્રિસીટી મુંબઈ લિમિટેડ (AEML) અને એમયુએલમાં ઉચ્ચ ઉર્જા ખપત અને સ્માર્ટ મીટરિંગ બિઝનેસમથી યોગદાન મળ્યું છે. 

કંપનીએ કેમ ગણાવ્યું નુકસાન
કંપનીને ફાઈલિંગથી માલૂમ પડ્યું કે, આ નુકસાન અસાધારાણ ખર્ચના કારણે થયું છે. ફાઈલિંગમાં જણાવાયું કે, કંપનીએ પોતાની ESG પ્રતિબદ્ધતાનું સન્માન કરતા થયેલા ફાઈનાનાશિયલ વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિકમાં દહાણુ થર્મલ પ્લાન્ટને વેચવાનો નિર્ણય કર્યો છે. તેનાથી કંપનીને 1506 કરોડ રૂપિયા મળ્યા. AEML એ દહાણુ થર્મલ પાવર પ્લાન્ટ (ADTPS) નું વિનિવેશ શરૂ કર્યું છે. તેનાથી અદાણી એનર્જિ સોલ્યુશન્સ દુનિયાની ટોપ કંપનીઓમાં સામેલ થવાના નજીક પહોંચી શકશે.  

કેવો રહ્યો આ ત્રણ મહિનામાં કારોબાર 
ટ્રાન્સમિશન બિઝનેસમાં ચાલુ ફાઈનાન્શિયલ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનું PAT 251 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે કે ગત વર્ષે સમાન ત્રિમાસિકમાં તે 162 કરોડ રૂપિયા હતું.
વિતરણ વ્યવસાયમાં ચાલુ ફાઈનાન્શિયલના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનું PAT 51 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે કે ગત વર્ષે સમાન ત્રિમાસિમાં તે 20 કરોડ રૂપિયા હતું. 
તેમાં ઓપરેટિંગ રેવન્યુ 3372 કરોડ રૂપિયા રહ્યું, જે વર્ષ દર વર્ષના આધાર પર 23.2 ટકાથી વધુ રહ્યું. સ્માર્ટ મીટરિંગ સેગમેન્ટમાં કંપનીનું PAT 14 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે કે ઓપરેટિંગ રેવન્યુ 76 કરોડ રૂપિયા રહ્યું. 
 
કંપનીના શેર વધ્યા હતા
ગુરુવારે કંપનીના શેરમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રૂ.1057.80 પર બંધ રહ્યો હતો. છેલ્લા 5 દિવસમાં કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. જો આપણે એક વર્ષના વળતરની વાત કરીએ તો રોકાણકારોને લગભગ 18 ટકા નફો થયો છે. કંપનીનું માર્કેટ કેપ 1.17 લાખ કરોડ રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news