સમલૈંગિક પ્રેમપ્રકરણઃ 23 વર્ષની પરિણીતા 19 વર્ષની બહેનપણી સાથે ભાગી ગઈ!
વડોદરા શહેરના અટલાદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતા પોતાની 19 વર્ષની બહેનપણીની સાથે 13 દિવસ પહેલાં ઘરેથી જતી રહેતા રહસ્ય સર્જાયું છે. પરિણીતા પોતાના અઢી વર્ષના પુત્ર અને પતિને છોડી ફેસબુક થકી બહેનપણી બનેલી યુવતી સાથે જતી રહી હોવાનો પરિણીતાના પતિએ આરોપ લગાવી જે.પી પોલીસ અને માંજલપુર પોલીસમાં અરજી કરી છે
Trending Photos
રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરા શહેરના અટલાદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતા પોતાની 19 વર્ષની બહેનપણીની સાથે 13 દિવસ પહેલાં ઘરેથી જતી રહેતા રહસ્ય સર્જાયું છે. પરિણીતા પોતાના અઢી વર્ષના પુત્રને છોડી ફેસબુક થકી બહેનપણી બનેલી યુવતી સાથે જતી રહી હોવાનો પરિણીતાના પતિએ આરોપ લગાવી જે.પી પોલીસ અને માંજલપુર પોલીસમાં અરજી કરી છે
અટલાદરા રેલવે સ્ટેશન પાસે નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા નિપુલ પટેલની માતા રમીલાબેન પટેલે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં જણાવ્યું છે કે, દરબાર ચોકડી પાસે રહેતી જાનકી પપ્પુભાઇ થાપા નામની યુવતી ગત 10 જાન્યુઆરીએ બપોરે તેમના ઘેર આવી હતી. જાનકીએ તેમની પુત્રવધુ સોનુ ઉર્ફે ભૂમિકા તેની અંગત બહેનપણી છે એવું જણાવ્યું હતું. ત્યાર બાદ તેના કાકાની પુત્રીના લગ્ન હોવાથી મોલમાં ખરીદી કરવા જવું છે તેમ જણાવી સોનુ અને જાનકી ઘરેથી નિકળ્યા હતા.
ઘરેથી ગયા પછી લાંબા સમય સુધી સોનુ પાછી ન આવતાં તેના પતિ નિપુલને ફોન કરી જાણ કરી હતી. પરિવારે ઘરમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, સોનુ ઘરમાંથી રૂ.95 હજારના દાગીના, રૂ. 45 હજાર રોકડા અને તેના અંગત ડોકયુમેન્ટસ લઇને ઘરેથી જતી રહી છે. નિપુલે જાનકીના ઘરે તપાસ કરતાં તે પણ મળી ન હતી. અરજીમાં આરોપ લગાવાયો છે કે, જાનકી પણ તેના ઘરેથી રૂ.60 હજાર જેટલી રોકડ રકમ લઇને જતી રહી છે.
સોનુને કારણે પતિએ જેલની હવા ખાધી હતી
પરિણીતાના પતિ નિપુલે જણાવ્યું કે, તેણે પાંચ વર્ષ પહેલા સોનુ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન વખતે સોનુની ઉંમર સગીર હોવાથી તેને જેલમાં પણ જવું પડ્યું હતું. મારી પત્ની સોનુને લઇને જાનકી થાપા જતી રહી છે. અગાઉ પણ જાનકી એક વાર ઘેરથી ભાગીને મારા ઘેર આવી ગઇ હતી, પણ મેં તેને તેના ઘરે પાછી મોકલી દીધી હતી. નવરાત્રીમાં પણ મારી પત્ની જાનકી સાથે જ ફરતી હતી. આ બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાની પતિ નિપુલે શંકા વ્યક્ત કરી છે.
ગુમ થયા બાદ નવા નામ સાથે નવું FB એકાઉન્ટ
નિપુલ પટેલે જણાવ્યું હતું કે, તેની પત્ની જાનકી સાથે 10 જાન્યુઆરીએ ગુમ થઇ હતી અને તેના 4 દિવસ બાદ 14 જાન્યુઆરીએ નવા નામ સાથે ફેસબુક એકાઉન્ટ બનાવાયું છે. તેણે કહ્યું હતું કે, અલીસ્કા પટેલ નામનું ફેસબુક એકાઉન્ટ 14 જાન્યુઆરીએ બનેલું છે, તેમાં તેના પ્રોફાઇલ પિક્ચરમાં તેની પત્ની સોનુનો ફોટો છે. આ બાબત શંકાસ્પદ લાગી રહી છે.
કોલ ડિટેઇલ મગાવાઇ છે
જે.પી.પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એમ.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, બંને યુવતીના ગુમ થઇ જવા બાબતે કોલ ડિટેઇલના આધારે તપાસ શરુ કરાઇ છે. કોલ ડિટેઇલ મગાવાઇ છે અને તેના આધારે લોકેશન શોધવામાં આવશે. બંનેના ફોન હાલ સ્વીચ ઓફ આવી રહ્યા છે. પોલીસે પણ બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હોવા અંગે આશંકા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે