શું ગીર-સોમનાથમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી? ઉડતા ઉડતા ચાર વિદેશી પક્ષી નીચે પટકાયા

શું ગીર-સોમનાથમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી? ઉડતા ઉડતા ચાર વિદેશી પક્ષી નીચે પટકાયા
  • ચીખલી ગામે ખેડૂતોના ફાર્મમાં રોજ 8 થી 10 મરઘાના મોત થઈ રહ્યા છે
  • ગીર સોમનાથનું વન વિભાગ સોરઠમાં બર્ડફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક બન્યું

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ :રાજ્યાં બર્ડ ફ્લૂ (Bird Flu) ની દહેશત વચ્ચે અત્યાર સુધીમાં 140 પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. ગુજરાતમાં જ્યાં જ્યા પક્ષીઓના મોત થયા છે ત્યાં જાણ કરાતાં વનવિભાગનો સ્ટાફ અને પશુવાનના તબીબો તપાસ માટે પહોંચ્યા છે. ફોરેસ્ટના કર્મચારીઓ મૃત પક્ષીઓના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલ્યા છે. જોકે, ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક જ કેસ માણાવદરમાં નોંધાયો છે. પરંતુ સાવચેતીના ભાગ રૂપે હાલ રાજ્યના પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાજ્યનાં વિવિધ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે. ત્યારે દહેશત પેદા થઈ છે કે શું ગીર સોમનાથમાં બર્ડ ફલૂએ દેખા દીધી છે? 

ચીખલીના ફાર્મમાં રોજ 8-10 મરઘાના મોત 
ડોળાશા ગામે વાડી વિસ્તારમાં 4 વિદશી કુંજ પક્ષીના મોત થયા છે. મોડી રાત્રે ઉડતા ઉડતા ચારેય વિદેશી પક્ષીઓ ખેતરમાં પડી ગયા હતા. સવારે તેમના મૃતદેહો મળી આવ્યા છે. તો ડોળાશા નજીક ચીખલી ગામે ખેડૂતોના ફાર્મમાં 150  જેટલા મરઘાનું મોત થયું છે. આ ફાર્મમાં રોજ 8 થી 10 મરઘાના મોત થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા વનવિભાગને આ વિશે જાણ કરાઈ છે. 

આ પણ વાંચો : સલામ છે ઈમાનદાર ગુજરાતીને, પરત કર્યાં ખાતામાં આવેલા 87 લાખ રૂપિયા

સોમનાથમાં પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા પર પ્રતિબંધ
ગીર સોમનાથનું વન વિભાગ સોરઠમાં બર્ડફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક બન્યું છે. વન વિભાગ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સોમનાથ ત્રિવેણી ઘાટ પર પક્ષીઓને ગાંઠિયા સહિત તરલ ખાદ્યપદાર્થો ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શિયાળામાં સોમનાથ ત્રિવેણી સંગમ, સુત્રાપાડાના ધામળેજ, લોઢવા બંધારા પર મોટાપ્રમાણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. ત્યારે ચોરવાડથી મૂળ દ્વારકા સુધીની 11 વેટલાઈનો (ખાડીઓ) સહિત ના તમામ સ્થળોએ વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે.

આ પણ વાંચો : આખો ઉનાળો ચાલે તેટલુ પાણી રાજકોટના બંને ડેમ પાસે નથી

તો બીજી તરફ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલા અશરફ પોલ્ટ્રી ફાર્મમાં છેલ્લા 5 દિવસમાં 120 જેટલા મરઘાના બચ્ચા તેમજ પુખ્ત મરઘાના મોત થયા છે. એક તરફ દેશમાં બર્ડ ફ્લૂની દેહશત વર્તાઈ રહી છે અને ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂ ડિટેક્ટ થયું છે. ત્યારે માંગરોળમાં થયેલા શંકાસ્પદ મરઘાના મોતથી લોકોમાં દહેશત ફેલાઈ છે. બીજી તરફ પશુ ચિકિત્સા વિભાગ પણ દોડતું થયું છે. મહત્વનું છે કે, 5 દિવસ પહેલા બારડોલીના મઢી ખાતે 5 જેટલા કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગઈકાલે બારડોલીમાંથી પણ 15 જેટલા કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. ત્યારે માંગરોળમાં થયેલા મરઘાના મોત ચિંતાજનક કહી શકાય. જોકે પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા ગઈકાલે સાંજે પશુ ચિકિત્સા વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈ તાલુકા ચિકિત્સા વિભાગ તેમજ જિલ્લા પશુ ચિકિત્સા વિભાગના અધિકારીઓ જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મૃત મરઘાના સેમ્પલો લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news