આખો ઉનાળો ચાલે તેટલુ પાણી રાજકોટના બંને ડેમ પાસે નથી

Updated By: Jan 10, 2021, 01:21 PM IST
આખો ઉનાળો ચાલે તેટલુ પાણી રાજકોટના બંને ડેમ પાસે નથી
  • આજીમાં 583 એટલે કે બે માસ ચાલે તેટલું અને ન્યારી 1 ડેમમાં છ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો છે
  • હાલની સ્થિતિએ રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા પૂરતો જથ્થો હોવાનું મનપા દાવો કરી રહી છે

રક્ષિત પંડ્યા/રાજકોટ :ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ બાદ પણ રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવે તો નવાઇ નહિ. કારણ કે, રાજકોટ શહેરને પાણી પૂરુ પાડતા જળાશયોમાં માત્ર બે થી છ મહિના ચાલે એટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટની વસ્તીને ધ્યાને લેતા દરરોજ 18 થી 20 એમસીએફટી પાણીની જરૂર પડી રહી છે. આજીમાં 583 એટલે કે બે માસ ચાલે તેટલું પાણી છે. જ્યારે કે, ન્યારી 1 ડેમમાં 883 એમસીએફટી એટલે કે છ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો છે. આગામી છ મહિનામાં જ ડેમ ડેડ વોટર સુધી પહોંચી જાય તેવી સ્થિતિ છે. જેથી ફરી રાજકોટ શહેરને સૌની યોજનાથી ડેમ ભરવાની જરૂર પડશે. એટલે કે, રાજકોટમાં પાણીની બાબત સાવ નર્મદા નિર આધારિત રહેશે. જો મનપા દ્વારા સરકાર પાસેથી નર્મદા નીરની માંગ કરવામાં ન આવે તો જનતાને પાણી કાંપ વેઠવો પડે તે નિશ્ચિત છે. 

આ પણ વાંચો : સલામ છે ઈમાનદાર ગુજરાતીને, પરત કર્યાં ખાતામાં આવેલા 87 લાખ રૂપિયા

  • આજીડેમમાં કુલ સ્ત્રોત  583(MCFT) , દૈનિક ઉપાડ  5 (MCFT),  2 મહિના ચાલે તેટલું પાણી છે ઉપલબ્ધ
  • ન્યારી ડેમમાં કુલ સ્ત્રોત 883 (MCFT) , દૈનિક ઉપાડ 5 (MCFT), 6 મહિના મહિના ચાલે તેટલું પાણી છે ઉપલબ્ધ

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 

હાલની સ્થિતિએ રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા પૂરતો જથ્થો હોવાનું મનપા દાવો કરી રહી છે. પરંતુ જો રાજકોટવાસીઓ પાણીનો બગાડ કરશે તો આગામી દિવસોમાં પાણીની તંગી જરૂર સર્જાય શકે છે. ગત વર્ષે પણ સૌની યોજનાથી રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો નહોતો પડ્યો અને આ વર્ષે પણ નર્મદા નીર રાજકોટ સુધી પહોંચાડવા સરકાર મંજૂરી આપશે તો રાજકોટવાસીઓને પાણી પૂરતું મળી રહેશે.

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ગત વર્ષે ચોમાસામાં જળાશયો છલોછલ ભરાયા હોવા છતાં પણ હાલ પાણીની પારાયણ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટના તમામ જળાશયોમાં આગામી એક થી બે માસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે.