દારૂ પીને ચાર લોકોની સ્થિતિ લથડતા પોલીસ એક્શનમાં, દરોડા પાડીને હજારો લિટર દારૂ કર્યો જપ્ત

તો બીજી સોલા ગામ સહિત આજુબાજુના તમામ દેશી દારુના અડ્ડાઓ પર ક્રાઈમબ્રાંચની ટીમ રવાના કરાઈ છે. જેમાં અનેક દેશીદારુના અડ્ડાઓ સામે આવી શકે છે. 

 દારૂ પીને ચાર લોકોની સ્થિતિ લથડતા પોલીસ એક્શનમાં, દરોડા પાડીને હજારો લિટર દારૂ કર્યો જપ્ત

અમદાવાદઃ સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની હાલત લથડી છે. જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. જ્યાં 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો અન્ય બે વ્યક્તિને ઓબ્ઝરવેશનમાં રખાયા છે. બીજી તરફ જે લોકોને ઝેરી દારૂની અસર થઈ છે તેમના લોહીના નમૂનામાંથી મીથેનોલ ન મળવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમજ દારૂ દેશી બનાવટનો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો ઝી 24 કલાક સાથેની વાતચીતમાં દર્દીએ ખુદ સ્વીકાર્યુ છે કે તેણે દેશી દારૂ પીધો છે. તેણે કર્યું કે ચારેય લોકો દેશી દારૂ પીને સુઈ ગયા હતા. ત્યારબાદ અચાનક જ તેમના શરીરમાં અગ્નિ શરૂ થઈ હતી. તો અન્ય બે લોકોને તો દેખાવાનું જ બંધ થયું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે..

 

તો બીજી સોલા ગામ સહિત આજુબાજુના તમામ દેશી દારુના અડ્ડાઓ પર ક્રાઈમબ્રાંચની ટીમ રવાના કરાઈ છે. જેમાં અનેક દેશીદારુના અડ્ડાઓ સામે આવી શકે છે. આ પહેલાં ક્રાઈમબ્રાંચ, એટીએસ અને સોલા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓની સોલા પોલીસ મથકમાં મિટિંગ યોજાઈ હતી. બેઠકમાં હિમાંશુ શુક્લ અને ક્રાઈમબ્રાંચના જે.સી.પી જે.કે.ભટ્ટ પણ હાજર રહ્યા હતા.

તો હવે ફરી અમદાવાદમાં લઠ્ઠાકાંડ સામે આવતા પોલીસની કામગીરી પણ પણ અનેક સવાલો ઉઠ્યા છે કે, શું ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે? દારૂબંધીના કડક અમલ છતાં કેમ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે ? શું પોલીસ ઘોડા છૂટ્યા પછી જ તબેલાને તાળા મારશે? કેમ હંમેશા કોઈ અનિચ્છનીય ઘટના પછી જ પોલીસ કાર્યવાહી કરે છે? તો એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે જે લોકોએ દારૂનું સેવન કર્યું તે લોકો ક્યાંથી દારૂ લઈ આવ્યા હતા? 

તો ઝેરી દારૂની ચાર લોકોને અસર થયા બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે અને શહેરના પૂર્વ વિસ્તારમાં દરોડા પાડી હજારો લીટર દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ મોટી માત્રામાં દારૂ તેમજ કેમિકલનો નાશ  પણ કર્યો છે. તો આ મામલે અનેક લોકોની ધરપકડ પણ કરી છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news