હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા 500 પરિવારોને કોર્પોરેશન પહોંચાડશે જીવન જરૂરિયાતની વસ્તું
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ થયા છે. જેના પગલે વિદેશથી આવેલા લોકો દ્વારા ચેપ વધારે ન ફેલાય તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વિદેશથી અમદાવાદ આવેલી વ્યક્તિ અને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા 500 પરિવારોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. આ 500 પરિવારોને વોલેન્ટિયર ફેમિલી ક્વોરેન્ટાઇનમાં (સ્વૈચ્છિક રીતે 14 દિવસ ઘરમાં બંધ) રહેશે તો કોર્પોરેશન તેઓને મફતમાં જીવન- જરૂરિયાતની વસ્તુઓ તેમને ઘરે બેઠા જ પહોંચાડશે.
કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં સવારે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની તાકીદની બેઠક મળી હતી. જેમાં તમામ અધિકારીઓને આ પરિવારોનો સંપર્ક કરીને તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આદેશ અપાયો છે. તમામ અધિકારીઓએ પોતાનાં ઝોન અને વોર્ડ અનુસાર તેમનો સંપર્ક કરી ચુક્યા છે. તમામ હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા લોકોને એક જ વ્યક્તિ દ્વારા જ વસ્તુ ફાળવવામાં આવશે. તે વ્યક્તિ જ આ તમામ જરૂરિયાતની વસ્તુઓ હોમ ક્વોરોન્ટાઇન હોય તેવા વ્યક્તિને ફાળવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે