ઉંઝાથી ઇજિપ્ત લઇ જવાતું હતું લાખો રૂપિયાનું જીરૂ, એલસીબીએ જપ્ત કર્યા બે કન્ટેનર
બુધવારે મોડી રાત્રે ઉંઝાથી મુંદ્રા તરફ જીરૂ ભરેલા શંકાસ્પદ કન્ટેનર ઇજીપ્ત એક્સપોર્ટ માટે જઇ રહ્યા હતા. આ કન્ટેનરમાં શંકાસ્પદ જીરૂ હોવાની બાતમીના આધારે એલસીબી પાટણની મદદથી કન્ટેનર જપ્ત કર્યું હતું. કન્ટેનરમાં 5200 કિલો જીરૂ ભરેલું હતું.
Trending Photos
મહેસાણા: બુધવારે મોડી રાત્રે ઉંઝાથી મુંદ્રા તરફ જીરૂ ભરેલા શંકાસ્પદ કન્ટેનર ઇજીપ્ત એક્સપોર્ટ માટે જઇ રહ્યા હતા. આ કન્ટેનરમાં શંકાસ્પદ જીરૂ હોવાની બાતમીના આધારે એલસીબી પાટણની મદદથી કન્ટેનર જપ્ત કર્યું હતું. કન્ટેનરમાં 5200 કિલો જીરૂ ભરેલું હતું. શંકાસ્પદ જીરૂના નમૂના લેવામાં આવ્યા હતા. ઝડપાયેલ જીરું ઊંઝાના બ્રહ્મણવાડાના સપ્લાયર/એકસોપર્ટર પાલડીયા કોર્પોરેશન ખાતે રાખવામાં આવ્યું છે. પાટણ અને મહેસાણા ફૂડ એન્ડ સેફટી ઓફિસર દ્વારા કરાઈ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ પાટણ એલસીબીએ બાતમીને આધારે વાહન નંબર જીજે-12-બીટી-1910 અને જીજે-12-બીટી-0568 દ્વારા ઉંઝાથી મુંદ્રા થઇને લઇ જવાતું 80 લાખ રૂપિયાનું જીરૂ ઝડપાયું છે. અંદાજે 80 લાખના જીરાનો જથ્થો અને બે કન્ટેનરોને જપ્ત કરવામાં આવ્યા હતા. જીરાના નમૂનાની તપાસ માટે ફૂડ સેફ્ટી કમિશ્નર ડો. એચ.જી.કોશિયા અને નાયબ ફૂડ કમિશ્નર દિપીકાબેન ચૌહાણની નજર હેઠળ તપાસની કામગીરી સોંપાવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે