હાથ ભલે ધ્રુજતો હોય પણ 65 વર્ષીય અંજનાબેનનું મગજ છે શાતિર, ચેસમાં યુવા ખેલાડીઓને આપે છે માત
65 વર્ષીય રિટાયર્ડ પીટી ટીચર હાલના દિવસોમાં રિટાયરમેન્ટ જીવન દરમિયાન નવી સિદ્ધિ હાંસલ કરવામાં પ્રયત્નશીલ છે જે ઉંમરમાં લોકો ઘરે બેસીને રિટાયરમેન્ટ લાઇફ ની મજા માણવા પસંદ કરે છે આવી ઉંમરમાં અંજનાબેન અંતાણીએ ચેસ રમતમાં નવી કારકિર્દી હાંસલ કરી છે.
Trending Photos
Chess Champion: ઝી બ્યુરો/સુરત: ભારતીય પોશાક સાડીમાં 65 વર્ષીય નિવૃત્ત મહિલા શિક્ષિકા જ્યારે ચેસ્ટ ટુર્નામેન્ટમાં આવે છે, ત્યારે દરેકને લાગે છે કે તેઓ સુપરવાઈઝર હશે અથવા તો જજ તરીકે હાજરી આપવા આવ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ રાજ્યના સૌથી સિનિયર ચેસ પ્લેયર તરીકે તમામ યુવાઓને શેહ અને માત આપી રહ્યાં છે. હાલમાં જ તેઓએ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધામાં વિજયી થયા છે અને તેઓ ટૂંક સમયમાં રાજ્યકક્ષામાં યોજનારી સ્પર્ધામાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે.
રાજ્ય સ્તરના સ્પર્ધામાં ભાગ લેશે
65 વર્ષીય રિટાયર્ડ પીટી ટીચર હાલના દિવસોમાં રિટાયરમેન્ટ જીવન દરમિયાન નવી સિદ્ધિ હાંસલ કરવામાં પ્રયત્નશીલ છે જે ઉંમરમાં લોકો ઘરે બેસીને રિટાયરમેન્ટ લાઇફ ની મજા માણવા પસંદ કરે છે આવી ઉંમરમાં અંજનાબેન અંતાણીએ ચેસ રમતમાં નવી કારકિર્દી હાંસલ કરી છે. સરકારી શાળામાં પીટી ટીચર તરીકે ફરજ નિભાવતા હતા. વિદ્યાર્થીઓને સ્વસ્થ રહેવા માટે અનેક એક્સરસાઇઝ સહિત રમતો શીખડાવી પરંતુ તેઓએ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે તેમના જ વિદ્યાર્થીઓ દ્વારા તેમને ચેસ રમવા માટેની પ્રેરણા મળશે અને તેના જ કારણે તેઓ રાજ્ય સ્તરના સ્પર્ધામાં ભાગ લેશે.
સોશિયલ મીડિયા થકી અને પુસ્તકો પાસેથી જાણકારી મેળવી
ચેસ રમતી વખતે અંજનાબેનનો હાથ ભલે ધ્રુજતું હોય પરંતુ મગજમાં સામેવાળા પ્લેયર ને કઈ રીતે શહે ઓર માંત આપવાની છે તે સતત ચાલતું હોય છે અને ચેસના તમામ પાસાઓથી તેઓ સામેવાળા પ્લેયરને મૂંઝવણમાં મૂકી દેતા હોય છે. આજે જિલ્લામાં યોજાયેલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં તેઓએ વિજય થઈ તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ ઉંમરમાં ચેસ પ્રત્યે આવી રુચિ તેમને પાંચ વર્ષ પહેલા આવી હતી તેમના જ વિદ્યાર્થીઓ જ્યારે ચેસ રમતા હતા ત્યારે તેમને જોઈને ચેસ રમવાની ઈચ્છા થઈ અને તેઓએ ચેસ રીતે રમવામાં આવે છે તે પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શીખી અને કેટલાક પાસાઓ તેઓએ સોશિયલ મીડિયા થકી અને પુસ્તકો પાસેથી જાણકારી મેળવી.
કેટલાક બાળકો પણ તેમની સાથે આવીને ચેસ રમતા
અંજનાબેન અંતાણીએ જણાવ્યું હતું કે જ્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે તમે પણ ચેસ રમો ત્યારે મને રુચિ આવી પહેલા વિદ્યાર્થીઓ પાસેથી શીખવાની શરૂઆત કરી એક આઠવડિયા સુધી ક્લાસ પણ ગઈ પરંતુ મને ક્લાસ ઘરેથી દૂર હોવાના કારણે તેમજ આવી ઉંમરમાં જવાનું મુશ્કેલી થતી હતી ત્યારે સોશિયલ મીડિયા, યુટ્યુબ અને કેટલાક પુસ્તકોમાંથી કઈ રીતે ચેસ રમી શકાય તે અંગેની જાણકારી મેળવી અને દરરોજે તેઓ પ્રેક્ટિસ કરતા હતા. પોતાની સોસાયટીમાં રહેતા કેટલાક બાળકો પણ તેમની સાથે આવીને ચેસ રમતા હતા. તેમની પાસેથી હું અને ક્યારે હું તેમને ચેસ શીખડાવતી હતી.
હું સતત પોતાના સ્પર્ધા અને ચેસ પર ધ્યાન આપું છું.
ચેસ રમતી વખતે તેમનું હાથ ધ્રૂજે છે તે અંગે તેઓએ જણાવ્યું હતું કે ભલે ચેસ રમતી વખતે મારું હાથ ધ્રૂજે પરંતુ દિમાગમાં કઈ રીતે આ સ્પર્ધા જીતવી છે તે સતત ચાલે છે બે વખત દુર્ઘટના માં તેમના શરીરને નુકસાન થયું હતું. આ જ કારણ છે કે શરીરના કેટલાક અંગ મા સતત કંપન થાય છે પરંતુ તેમને નજર અંદાજ કરી હું સતત પોતાના સ્પર્ધા અને ચેસ પર ધ્યાન આપું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે