WhatsApp Search By Date: WhatsApp નું નવું કેલેન્ડર ફીચર, હવે જૂના વીડિયો અને મેસેજ શોધવા બની જશે સરળ
WhatsApp Chat Search feature: જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કંપનીએ હવે નવું ફીચર લોન્ચ કર્યું છે. જેનાથી તમને જૂના મેસેજ શોધવામાં સરળતા પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આજકાલ દરેકના ફોનમાં હોય છે. વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને શાનદાર બનાવવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. હવે વોટ્સએપ એક નવું ચેટ ફીચર લઈને આવ્યું છે, જેનો ઉપયોગ કર્યા બાદ તમને ખુબ ફાયદો થશે. જૂના મેસેજ શોધવા માટે હવે સ્ક્રોલ કરવું પડશે નહીં. તમે કેલેન્ડરમાં ડેટ સિલેક્ટ કરી સ્પેસિફિક મેસેજ કે મીડિયા ફાઇલ સર્ચ કરી શકો છો. એટલે કે તમને ચેટ વિન્ડોમાં સ્ક્રોલ કરવાની મહેનતથી છુટકારો મળી જશે.
નવું ફીચર મળશે એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં
લેટેસ્ટ અપડેટ તમને એન્ડ્રોઇડ અને આઈફોન બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ સિવાય ફીચરની મજા વોટ્સએપ વેબ યૂઝર્સ, પીસી કે મેક પર વોટ્સએપ ઉપયોગ કરતા લોકો પણ ઉઠાવી શકશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ તેને વોટ્સએપ પર પોતાની ચેનલ દ્વારા શેર કર્યું છે.
WhatsApp Old Chat Search Feature
કોઈ સ્પેસિફિક ડેટના વોટ્સએપ મેસેજને સર્ચ કરવા માટે ચેટ કે ગ્રુપ પર જાવ, નામ પર ક્લિક કરો અને સર્ચ ઓપ્શન સિલેક્ટ કરો. એન્ડ્રોઇડ ફોન પર તમારે ઉપર રાઇટ કોર્નરમાં એક કેલેન્ડર આઈકોન મળશે. ફાઈફોન પર આ ઓપ્શન નીચે રાઇટ કોર્નર પર મળશે.
કેલેન્ડર આઇકન પર ક્લિક કરો, ડેટ સિલેક્ટ કરો ત્યારબાદ વોટ્સએપ ઓટોમેટિકલી તે સ્પેસિફિક ડેટના મેસેજ પર લઈ જશે. તેનાથી વોટ્સએપ પર જૂના મેસેજ નેવિગેટ કરવા સરળ થઈ જાય છે, ખાસ કરી તે લોકો માટે જે વર્ષોથી વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે.
કંપની સતત લાવી રહી છે નવા ફીચર
વોટ્સએપે છેલ્લા કેટલાક મહિનામાં ઘણા નવા ફીચર્સ રજૂ કર્યાં છે. તાજેતરમાં બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇકથ્રૂ, મોનોસ્પેસ જેવા ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન રજૂ કર્યાં છે.
જો તમે એન્ડ્રોઇડ પર વોટ્સએપ ચલાવો છો, તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમે થડા સમય બાદ તમારા ચેટને 15 જીબીથી વધુનું બેકઅપ ગૂગલ ડ્રાઇવ પર ફ્રીમાં લઈ શકશો નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે