લો બોલો કલેક્ટર પણ સુરક્ષીત નથી: પટાવાળાએ ખોટા સહી સિક્કા કરીને આચર્યું એટલું મોટુ કૌભાંડ કે...

રાણીપ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બન્ને વ્યક્તિઓએ આધારકાર્ડમાં સરનામું બદલવા માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સિક્કો મારી કલેકટરની ખોટી સહી કરી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કર્યા હતા. હાલ બન્નેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ગિરફતમાં આવેલ બન્ને આરોપીઓ ભેગા મળીને આધારકાર્ડના સુધારા માટે ફોર્મમાં ગેજેટ અધિકારીના સહી સિક્કા માટે કલેકટરની ખોટી સહીઓ કરી બનાવવા જતા પકડાઈ ગયા છે. સાબરમતીના સીટી મામલતદારે ફરિયાદ નોંધાવી છે કે, આધારકાર્ડ ઓપરેટર પાસે અરુણ સોલંકી નામનો વ્યક્તિ સરનામું બદલવા માટે ફોર્મ ભરીને લાવ્યો હતો.
લો બોલો કલેક્ટર પણ સુરક્ષીત નથી: પટાવાળાએ ખોટા સહી સિક્કા કરીને આચર્યું એટલું મોટુ કૌભાંડ કે...

ઉદય રંજન/અમદાવાદ : રાણીપ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બન્ને વ્યક્તિઓએ આધારકાર્ડમાં સરનામું બદલવા માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સિક્કો મારી કલેકટરની ખોટી સહી કરી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કર્યા હતા. હાલ બન્નેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ગિરફતમાં આવેલ બન્ને આરોપીઓ ભેગા મળીને આધારકાર્ડના સુધારા માટે ફોર્મમાં ગેજેટ અધિકારીના સહી સિક્કા માટે કલેકટરની ખોટી સહીઓ કરી બનાવવા જતા પકડાઈ ગયા છે. સાબરમતીના સીટી મામલતદારે ફરિયાદ નોંધાવી છે કે, આધારકાર્ડ ઓપરેટર પાસે અરુણ સોલંકી નામનો વ્યક્તિ સરનામું બદલવા માટે ફોર્મ ભરીને લાવ્યો હતો.

જેમાં ADM નો સિક્કો હતો અને તેના પર કલેકટર સંદીપ સાંગલેની સહી કરી હતી. જે બાબતે ઓપરેટરને શંકા જતા તેને આ બાબતે તપાસ કરી હતી. કલેકટરના પીએને ફોર્મ બતાવ્યું હતું. જેને જોતા જ કહ્યું હતું કે, આ સહી કલેકટરની નથી. જેથી આ ફોર્મ જેનું હતું. તે અરજદાર જશવંતસિંહને બોલાવ્યા હતા.જેને કહ્યું કે ફોર્મ મેં ભર્યું છે પરંતુ સહી સિક્કા અરુણ સોલંકીએ કરાવ્યા છે. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આઉટ સોર્સિંગના પટાવાળા પ્રેમ ઠાકોરે તેના મિત્ર પરીક્ષિતના કહેવાથી સિક્કો મારીને ખોટી સહી કરાવી છે. સમગ્ર મામલે રાણીપ પોલીસે અરુણ સોલંકી અને પ્રેમ ઠાકોર વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ લોકો આવી રીતે અન્ય કોઈ ને પણ આવી રીતે સુધારો કરી ને આપ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. રાણીપ પોલીસે અત્યારે બે આરોપીની ધરપકડ કરી બે ફોર્મ જમા કરાવેલા સહી સિક્કા ખોટા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આરોપી એ કેટલા ખોટા ફોર્મ પર કરી અને સિક્કા કરાવ્યા છે. અને ખોટી સહીના આધારે કેટલા આધાર કાર્ડ મા ફેરફાર કરાવ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news