ઈન્ટરનેટ પર લોકોને નિશાન બનાવતી ઠગબાજ ટોળકી ઝડપાઈ, 1.15 કરોડની કરી છેતરપિંડી

આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ખુબ વધી ગયા છે. અમદાવાદ પોલીસે આવી એક તોડબાજ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સીબીઆઈની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતી હતી. 
 

ઈન્ટરનેટ પર લોકોને નિશાન બનાવતી ઠગબાજ ટોળકી ઝડપાઈ, 1.15 કરોડની કરી છેતરપિંડી

ઉદય રંજન, અમદાવાદઃ લાલચ...આ એક એવો શબ્દ છે જેમાં હજારો લોકોની જીંદગી બરબાદ થઈ ગઈ...આ કિસ્સામાં વાત કરીશું કે કેવી રીતે લાલચના ભોગે ઠગબાજ ટોળકીએ 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે...સાયબર ક્રાઈમ પોલીસે તપાસ દરમ્યાન કુલ 13 આરોપીની ધરપકડ કરી છે...એટલું જ નહીં અમદાવાદ સાયબર ક્રાઈમે આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલે ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે...શું છે સમગ્ર ઘટના જોઈએ આ રિપોર્ટમાં...

અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન 1.15 કરોડથી વધુનું કૌભાંડ આચરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે...આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 13 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે...આ ટોળકી ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતા લોકોને નિશાન બનાવતી અને પછી શરૂ થતું ઠગાઈનું ચક્રવ્યુહ…આ ઠગબાજો SKYPE થકી કોલ કરી અને CBI તથા CYBER CRIMEના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા...વિદેશના કોલ સેન્ટરથી કોલ કરતી આ ચાઈનીસ ગેંગનો સાઈબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે...પોલીસે ઝડપેલા આ ગેંગનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે...

સાયબર ક્રાઈમમાં ઝડપાયેલા આ ટોળકીએ 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં મળી આવ્યું છે...આ ટોળકી કમ્બોડિયા, ચાઈના, દુબઈમાં કોલ સેન્ટર ચલાવી કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે...આ ષડયંત્રમાં સમગ્ર ભારતમાં એજન્ટો રાખ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

સાયબર ક્રાઈમે ઝડપેલા આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં હાલ તો પોલીસને સફળતા મળી છે...પરંતુ દુબઈ, ચાઈના અને હોંગકોંગમાં બેસીને જે ભેજાબાજ આરોપીઓ આ સમગ્ર નેટવર્ક ચલાવી હહ્યાં છે તેમના ચહેરા બેનકાબ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે...સાયબર ક્રાઈમને હાલ ક્રિપ્ટો કરન્સીના 4 એકાઉન્ટ મળી આવ્યા છે...જેમાં કરોડો રૂપિયાના ક્રિપ્ટો કરન્સી હોવાનું બહાર આવ્યું છે.

જ્યારે આ સાયબર ગઠિયા કોઈ પણ ફ્રોડ કરતા હતા ત્યારે એ તમામ રૂપિયા 10 જ મિનિટમાં અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાખતા હતા...જેથી પોલીસ તેને ફ્રિઝ ન કરી શકે...અને જે એકાઉન્ટ ઉપયોગ કરવામાં આવતા હતા તેમને ટકાવારી તરીકે પૈસા આપવામાં આવતા હતા...ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ 13 આરોપી પૈકી એક આરોપી મેરુ કરમટા પોરબંદર પોલીસના ચોપડે લિસ્ટેડ બુટલેગર છે...પોલીસનું માનવું છે કે આ આખા કૌભાંડમાં ચાઈનાની ગેંગ મુખ્ય છે અને મોટા ભાગના પૈસા ચાઈના ગેંગ પાસે જ પહોંચે છે...આ ગેંગનો હજુ એક મુખ્ય આરોપી મુસ્તુફા યુનુસ નેવીવાલા ફરાર છે...જેની પોલીસે તપાસ શરૂ કરી છે...પોલીસની તપાસ માં સમયે આવ્યું છે કે મોઈન અલતાફભાઈ ઈંગોરીયા અને મુસ્તુફા યુનુસ નેવીવાલા બે વખત ચાઈના જઈ આવ્યા છે અને નજીકના સમયમાં શંઘાઈ પણ જવાના હતા...ત્યારે આ નવા કૌભાંડના મૂળ ક્યાં નીકળે છે એ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં જોવું રહ્યું...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news