એક સાથે 27 યુગલોના સમુહ લગ્ન પરંતુ તમામ નિયમોનું થયું પાલન, તમે પણ કહેશો વાહ !

રાજ્યમાં સમૂહ લગ્નને લઇને વિવાદ થઇ રહયા છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં સર્વજ્ઞાતી  સમૂહલગ્ન યોજાયા હતા. 27 આદિવાસી યુગલો લગ્નગ્રંથિથીથી જોડાયા હતા. રાજ્યના વન  અને પર્યાવરણ મંત્રી રમણ  પાટકર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં  કોવિડ 19 ની ગાઈડ લાઈનનાં પાલન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એક જાનમાં માત્ર વર વધુના પરિવારના માત્ર 5 જણને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 
એક સાથે 27 યુગલોના સમુહ લગ્ન પરંતુ તમામ નિયમોનું થયું પાલન, તમે પણ કહેશો વાહ !

નીલેશ જોશી/વલસાડ : રાજ્યમાં સમૂહ લગ્નને લઇને વિવાદ થઇ રહયા છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં સર્વજ્ઞાતી  સમૂહલગ્ન યોજાયા હતા. 27 આદિવાસી યુગલો લગ્નગ્રંથિથીથી જોડાયા હતા. રાજ્યના વન  અને પર્યાવરણ મંત્રી રમણ  પાટકર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં  કોવિડ 19 ની ગાઈડ લાઈનનાં પાલન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એક જાનમાં માત્ર વર વધુના પરિવારના માત્ર 5 જણને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

27 યુગલોમાંથી અલગ અલગ સમયે ગ્રુપમાં  સમૂહલગ્ન યોજાયા હતા. કોવીડની ગાઇડલાઇનને કારણે લગ્નમાં ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા. લગ્નમાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક વગેરે જેવા કોરોના અંગેનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું હતું. જોકે સંપૂર્ણ હિન્દૂ શાસ્ત્ર મુજબ આયોજિત આ લગ્નમાં દાતાઓ તરફથી મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યો હતો. 

હળવદના કેદારીયા ગામે 20 ઘેટા પર કન્ટેનર ફરી વળતા અરેરાટી, માલધારીની વળતરની માંગ
 
રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર અને અન્ય આગેવાનો અને દાતાઓએ લગ્નગ્રંથિથી જોડાયેલ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. છેલ્લા 7 વર્ષથી  પોતાના માદરે વતન ધોળી પાડા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરતા  રમણ પાટકરે આ વખતે કોરોનાના કપરા કાળમાં પણ સમૂહ લગ્ન થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ સમાજને આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમરેલીમાં એક સમુહ લગ્નનાં આયોજનને રદ્દ કરવામાં આવ્યું હતું. જેના કારણે સ્થાનિકોમાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news