યુવતીનાં કપડાં ના ઉતારી શકતાં રોમિયોએ પોતાના ઉતારી દીધા, અમદાવાદમાં ઘરના ધાબે ઘટી ઘટના

અમદાવાદમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં કપડાં સુકવી રહેલી યુવતી સાથે છેડતીની ઘટના બની છે. પાડોશમાં રહેતા યુવતીનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે તું મારી સાથે ચાલ. 
 

યુવતીનાં કપડાં ના ઉતારી શકતાં રોમિયોએ પોતાના ઉતારી દીધા, અમદાવાદમાં ઘરના ધાબે ઘટી ઘટના

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે કે આજના મા-બાપ માટે આ ચેતવણી સમાન કિસ્સો છે. ઠક્કરનગરમાં 19 વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના ઘટી છે. પાડોશમાં રહેતા યુવકે હાથ પકડી સાથે આવવા માટે જબરદસ્તી કરી હતી. આ બાબતે યુવતીએ ઈન્કાર કરતા તેણે પોતાના કપડા ઉતારી દીધા હતા. જેથી યુવતીએ ગભરાઈ જઈને  બુમાબુમ કરતા આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે છેડતીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે ઠકકરબાપા નગરમાં વસંનગરના છાપરામાં રહેતી એક યુવતી ઘરનું કામકાજ પતાવીને સવારના 9 વાગ્યાના સુમારે કપડાં ધોઈને ઘરના ધાબા પર કપડાં સૂકવવા માટે ગઈ હતી. આ સમયે ઘરનો પડોશી મનજી ચેતનભાઈ ચારણ તેના ઘરની સીડી પર બેઠેલો હતો. જેવી યુવતી કપડાં સૂકવવા લાગી એને દોડીને આવીને યુવતીનો હાથ પકડી લીધો હતો. 

યુવતીને એ ખેંચી જવા માગતો હતો પણ યુવતીએ આ જબરદસ્તી સામે અવાજ ઉઠાવતાં યુવતીની કપડાં ઉતારવાની મનોકામના રાખતા મનજી ચારણે પોતાના કપડાં જ ઉતારી દીધા હતા. ગભરાઈ ગયેલી આ યુવતીએ બુમાબુમ કરતાં તેની માતા અને ભાઈ દોડી આવ્યા હતા. આ દરમિયાન મનજી ભાગી ગયો હતો. આ અંગે  મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતાં પોલીસ દોડી આવી હતી. આમ એક યુતી પોતાના ઘરના ધાબા પર કપડાં સૂકવી રહી હતી. એ સમયે જ તેની સાથે ખરાબ ઈરાદે આવેલા યુવકે યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો પણ યુવતીએ મચક ના આપતાં આખરે તે ભાગી ગયો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news