Gujarat માં ફરી આ ભયંકર બિમારીનો કેસ નોંધાતા ખળભળાટ, કોરોનાની બીજી વેવ વખતે મચાવ્યો હતો ભયંકર કહેર

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકર માઈકોસિસે કહેર મચાવ્યો હતો, હવે ફરીએકવાર મહેસાણા જિલ્લામાં મ્યુકર માઈક્રોસિસનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

Gujarat માં ફરી આ ભયંકર બિમારીનો કેસ નોંધાતા ખળભળાટ, કોરોનાની બીજી વેવ વખતે મચાવ્યો હતો ભયંકર કહેર

તેજસ દવે/ મહેસાણા: રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર પછી સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી હતી, તે વખતે જિલ્લામાં મ્યુકરમાઈકોસિસે કાળો કહેર વરસાવ્યો હતો. જે કોઈને કોરોના થયો હોય તેના પછી મ્યૂકર નામનો ભયંકર રોગ તેને શિકાર બનાવતો હતો. મ્યૂકરની સારવાર ખુબ જ ખર્ચાળ હોવાથી લોકો સરળતાથી તેની સારવાર કરાવી શકતા નહોતા ત્યારે સરકારે લોકોની મદદ કરી હતી. હવે ફરી એકવાર ગુજરાતીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી શાંત થયેલા મ્યુકરમાઈકોસિસ રોગ ફરીથી દેખાયો છે. મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકર માઈકોસિસે કહેર મચાવ્યો હતો, હવે ફરીએકવાર મહેસાણા જિલ્લામાં મ્યુકર માઈક્રોસિસનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં મ્યુકર માઈક્રોસિસનો પહેલો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે જેના કારણે તંત્ર એક્શનમાં આવી ગયું છે. મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં મ્યુકર માઈકોસિસના કેસ નોંધાયા હતા, ત્યારે હવે ફરી એકવાર મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના 56 વર્ષીય મહિલાને આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. જેમને સારવાર અર્થે હાલ સિવિલના ટ્રોમા સેન્ટર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મહિલાના પરિવારજનોને મગજમાં ઈન્ફેક્શન પહોંચે તે પહેલાં અમદાવાદ સિવિલમાં રીફર કરવાની ડોક્ટરોએ સલાહ આપી છે.

મહેસાણાના ઉનાવા ગામના કૈલાસબેન સેવંતીભાઈ પટેલ (56)ને ચિકન ગુનિયાની અસર થતાં ડોક્ટરોએ દવા આપી હતી. દવા લીધા બાદ તેમનું ડાયાબિટીસ વધી જતાં ઈન્ફેક્શન લાગ્યું હતું. તેથી મહિલાને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ફંગસનું ઈન્ફેક્શન લાગતાં તેમણે બંને આંખોએ દેખાતું બંધ થયું હતું. મ્યુકર માઈકોસિસના એમ્ફો ટેરીસીન-બી ઈન્જેક્શનનો ડોઝ આપવાનો હોઇ મહેસાણા સિવિલના ટ્રોમા સેન્ટરના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયાં છે.

શું છે મ્યુકરમાઇકોસિસિની બીમારી
મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે.

મ્યુકરમાયકોસિસના કુલ 4 સ્ટેજ

પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news