શું તમારે પણ વિદેશી ભાષા શીખવી છે? ગુજરાતની આ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ, નોકરી સામે દોડીને આવશે!

ગત 17મીએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ નર્મદ યુનિવર્સિટીને વિદેશી ભાષાના કોર્સ શરૂ કરવા સૂચન કર્યું હતું, જેથી યુનિવર્સિટીએ તાકીદે એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજી અંગ્રેજી વિભાગમાં સેન્ટર ફોર ફોરેન લેંગ્વેજિસ શરૂ કરવા નિર્ણય કર્યો હતો. 

શું તમારે પણ વિદેશી ભાષા શીખવી છે? ગુજરાતની આ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ, નોકરી સામે દોડીને આવશે!

ઝી બ્યુરો/સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી વિદેશી ભાષા શીખવા માટે અત્યાર સુધીમાં 50 વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં સૌથી વધુ 29અરજી જર્મન ભાષા શીખવા માટે આવી છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે. હાલમાં યુનિવર્સિટીએ સવારે 8થી 10 અને સાંજે 6થી રાત્રે 8 વાગ્યાના બે બેચ શરૂ કર્યા છે. તેમજ હાલ વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. 

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત 17મી ડિસેમ્બરને રવિવારે સુરતના આંગણે પધાર્યા હતા. સુરતના બે પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને સંબોધન કરતી વેળા જણાવ્યું હતું કે, હવે સુરતમાં વિભિન્ન દેશોના નાગરિકો સુરત આવશે. તેઓ સુરત તો આવશે પરંતુ તેઓની ભાષાના જ્ઞાનના અભાવે વાતચીત કરવામાં મુશ્કેલી પડશે. ત્યારેયુવાનો વિભિન્ન દેશની ભાષા શીખી રોજગારી મેળવી શકે તેવી ઉત્તમ તક ઊભી થઈ છે. તેથી નર્મદ યુનિવર્સિટીમાં વિવિધ દેશની ભાષા શીખવતા કોર્સ શરૂ કરો એની ટકોર કરી હતી. 

વડાપ્રધાનની ટકોરને એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ રશિયન, ફ્રેન્ચ, ચાઈનીઝ, જાપાનીઝ, જર્મન, સ્પેનિશ, ડચ, સ્વીડિશ, કોરિયન સહિતની ભાષાના સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કોર્સ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.દરમિયાન હાલમાં યુનિવર્સિટી દ્વારા વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 50 વિદ્યાર્થીઓએ વિવિધ દેશની ભાષા શીખવા માટે ઓનલાઈન અરજી કરી છે. આ 50 અરજીમાંથી 29 અરજી જર્મન ભાષા શીખવા માટે થઈ છે. જે વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ કોર્સ કરવા ઇચ્છતા હોય તેઓ યુનિવર્સિટીની સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news