શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર; પોરબંદરના એક જવેલર્સે બનાવી સોનાની અનોખી માળા, જાણો શું છે ખાસ?
પોરબંદરના કીર્તિમંદિર નજીક આવેલ ઝવેર જેવલર્સ શો-રૂમ દ્વારા એક ઋદ્રાક્ષની માળા બનાવવામાં આવી છે. ઋદ્રાક્ષની માળા મોટા ભાગે તેને બંને બાજુ સોના ચાંદીથી મઢાવેલી હોય છે, તેવી જોવા મળતી હોય છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: સામાન્ય રીતે સોનાના દાગીનાની અવનવી ડીઝાઇન મહીલાઓ માટે સોની વેપારીઓ બનાવતા હોય છે. પરંતુ પોરબંદરના એક જવેલર્સે બાર જર્યોતિલીગની સોનાની અનોખી માળા બનાવી છે. જે શિવભક્તો સહિત સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
પોરબંદરના કીર્તિમંદિર નજીક આવેલ ઝવેર જેવલર્સ શો-રૂમ દ્વારા એક ઋદ્રાક્ષની માળા બનાવવામાં આવી છે. ઋદ્રાક્ષની માળા મોટા ભાગે તેને બંને બાજુ સોના ચાંદીથી મઢાવેલી હોય છે, તેવી જોવા મળતી હોય છે. પરંતુ અહીં તો સોનાની માળામાં તમામ 12 જ્યોતિર્લિંગને સમાવી લેવામાં આવ્યા છે. 18 કેરેટની 140 ગ્રામ રોઝ ગોલ્ડમાં બનેલ આ માળામાં તમામ જ્યોતિર્લિંગનો હુબહુ નામ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.
140 ગ્રામ સોનાની આ માળાની હાલના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો અંદાજે સાડા આઠથી નવ લાખ રૂપિયામા આ માળાનો ભાવ ગણી શકાય. આ સોનાની માળા તૈયાર કરવા અંગે શોરૂમના સેલ્સ મેનેજરે એવું જણાવ્યું હતું કે, ઋદ્રાક્ષના પારાની સામાન્ય ડીઝાઇનના માળાઓ તો જોવા મળતી જ હોય છે, પરંતુ કાંઇક અનોખી નવી ડિઝાઇન કસ્ટમર્સને મળે તે માટે આ પ્રકારની માળા બનાવવામાં આવી છે. આવી સોનાની 12 જ્યોતિર્લિંગની અત્યાર સુધીમાં કુલ ત્રણ માળાઓ બનાવવામાં આવી હતી. જેમાંથી બે માળાનું વેચાણ થઇ ગયું છે. કસ્ટમરો દ્વારા પણ આ માળાને લઇને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે.
પોરબંદરના આ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલ આ 12 જ્યોતિર્લિંગની અનોખી સોનાની માળાએ હાલ તો શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને આવો નવતર પ્રયોગ કદાચ પ્રથમ વખત થયો હોય તેમ કહી શકાય કારણ કે સામાન્ય રીતે માળામા ઋદ્રાક્ષના પારા હોય અથવા ત્રિશુલ અને ઓમ સહિતની ડીઝાઇન જોવા મળતી હોય છે. પરંતુ આ માળામાં તો તમામ જ્યોતિર્લિંગથી લઈને ઓમ, ડમરુ સહિતનો એક સાથે સમાવેશ થયેલો જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે