વડોદરાઃ ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાની ક્લાસમેટને લખ્યો 'લવ લેટર'
જે બાળકીને લવલેટર લખ્યો તેના માતા-પિતાએ જણાવ્યા પ્રમાણે તેની દીકરીને ધોરણ-2માં અભ્યાસ કરતો બાળક વારેવારે લવલેટર આવી રહ્યો છે.
Trending Photos
વડોદરાઃ વડોદરા શહેરની વધુ એક શાળા વિવાદમાં આવી છે. શહેરમાં આવેલી બરોડા હાઇસ્કુલમાં ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાની એક ક્લાસમેટને લવલેટર લખતા હોબાળો મચી ગયો છે. સાત-આઠ વર્ષની ઉંમરે ભણવાની જગ્યાએ બાળક લવલેટર લખવાની જાણ થતા વાલીઓ પણ પરેશાન છે. વાલીઓએ આ બાળકને શાળામાંથી કાઢી મુકવાની માંગ કરી છે. શાળાના આયાર્ચએ આ ઘટનાને સામાન્ય ગણાવી છે.
જે બાળકીને લવલેટર લખ્યો તેના માતા-પિતાએ જણાવ્યા પ્રમાણે તેની દીકરીને ધોરણ-2માં અભ્યાસ કરતો બાળક વારેવારે લવલેટર આવી રહ્યો છે. જેના કારણે તેની દીકરી પણ ગુમસુમ રહેવા લાગી છે. આ અંગે શાળાના આચાર્યને ફરિયાદ કરવામાં આવી તો તેમણે આ વાતને હળવાશમાં લીધી અને કોઇ પગલા ન ભર્યા. ત્યારબાદ વાલીઓએ શાળાના ટ્રસ્ટીઓને ફરિયાદ કરી હતી.
વિદ્યાર્થિનીના વાલીના આક્ષેપ પ્રમાણે તેની દીકરીને ધોરણ બેમાં ભણતો વિદ્યાર્થી વારેવારે લવલેટર આપી રહ્યો છે. જેની અસર તેની દીકરી પર પડી છે. આ અંગે જ્યારે તેમણે શાળાના આચાર્યને ફરિયાદ કરી તો તેમણે આ વાતને હસી કાઢી અને કોઇ પગલા ભરવાનો ઇન્કાર કરી દીધો. હવે શાળાના ટ્રષ્ટિને ફરિયાદ કરવામાં આવી છે.
શાળાના આચાર્ય સાથે આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, બાળકીના વાલી મને મળવા આવ્યા. તેમણે ફરિયાદ કરી કે તેમની દીકરીને છોકરો આઈ લવ યુ લખેલો લેટર આપે છે. તો મેં તેમને કહ્યું કે, તેમાં કશું ખોટું નથી. તે લોકોની જીદ છે કે તે છોકરાને શાળામાંથી કાઢી મુકવામાં આવે. આચાર્યએ કહ્યું કે, મેં તેમને સમજાવ્યા કે અમે શાળામાં વિદ્યાર્થીઓને પ્રેમ કરવાનું શીખવીએ નહીં કે નફરત કરવાનું. બાળક આઈ લવ યુ કહે તેમાં કશું ખોટુ નથી.
બાળકીના વાલીએ કહ્યું કે, અમે ગઈકાલે તેની બેગ ચેક કરી તો તેમાંથી એક લેટર મળ્યો જેમાં આઇ લવ યુ લખેલુ હતું. અમે આ અંગે તેને પૂછતા તે કલાકો સુધી રડી હતી. પછી તેણે કહ્યું કે, તેની સાથે ભણતો એક વિદ્યાર્થી વારંવાર તેને આવો લેટર આપે છે જે હું તેને ફાડીને ફેંકી દઉ છું. ત્યારબાદ અમે શાળામાં આ અંગે ફરિયાદ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે