close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વિદ્યાર્થી

1.75 લાખ પગાર હોવા છતા સાયકલ પર નોકરી જતા આ ગુજરાતી શિક્ષણ માટે કરે છે દાન

બીજા લોકોને મદદ થાય તે માટે તેઓએ પોતના ખર્ચાઓ પર કાપ મુક્યો હતો. આજે તેમનો પગાર પોણા બે લાખ માસીક હોવા છતાં તેઓ સાઇકલ પર નોકરી જાય છે.

Sep 18, 2019, 11:08 PM IST
It's My School: Ambe School, Vadodra PT8M9S

It's My School: વિદ્યાર્થીઓ સંગ કરો વડોદરાની અંબે સ્કૂલની સફર

કેવું ચાલે છે વિદ્યાર્થીઓનું ભણતર, જણાવશે વિદ્યાર્થીઓ પોતે! It's My Schoolના માધ્યમથી.

Sep 10, 2019, 12:50 PM IST
Student murder at Surat PT1M59S

સુરતમાં ધોળે દિવસે વિદ્યાર્થીની હત્યા

સુરતમાં ગઈકાલે મોડી રાત્રે નાનકડી બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાના હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી દીકરાના હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે તેવી વાત કહી છે. પરિવારજનોએ લિંબાયત વિસ્તારમાં ગુંડાગીર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.

Sep 9, 2019, 03:15 PM IST

લો બોલો...બાળકે પોતાના જ મોતનું કારણ ધરી રજા માંગી, પ્રિન્સિપાલે આપી પણ દીધી

બાળક શાળાએ ન જવા માટે રોજે રોજ અવનવા બહાના શોધતું હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવ્યો છે. શહેરની એક શાળામાં 8મા ધોરણના વિદ્યાર્થીએ રજા મેળવવા માટે અરજીમાં ભૂલથી પોતાના જ મોતનું કારણ આગળ ધર્યું અને ચોંકાવનારી વાત એ હતી કે પ્રિન્સિપાલે પણ અરજી વાંચ્યા વગર જ બાળકને રજા પણ આપી દીધી. બાળકનો આ પત્ર હવે વાઈરલ થઈ ગયો છે. 

Sep 1, 2019, 02:55 PM IST

ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’

રાજ્યની શાળાઓમાં છેલ્લા 9 મહિનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેના કારણે બાળકોની હાજરીમાં વધારો નોંધાયો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં 'કાયઝાલા એપ્લીકેશન' દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની તૈયારી શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે કેટલાક શિક્ષક સંઘો આ એપ્લીકેશનનો વિરોધ કરી રહ્યા છે.

Aug 29, 2019, 07:36 PM IST

ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરશે

ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરશે. આવતીકાલથી રાજીવ ગાંધી 75મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવશે જે નિમિત્તે આવતીકાલે રાજીવ ગાંધીનો પર્યાવરણનો સંદેશો લઇ જિલ્લા અને તાલુકા મથકે વૃક્ષારોપણ કરશે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા રાજીવ ગાંધીના વિચાર અને પ્રજા ઉપયોગી નિર્ણયને લોકો સુધી લઈ જવાશે. 
 

Aug 19, 2019, 08:05 PM IST

પાટણમાં મેઘરાજાની તોફોની બેટીંગ, હારીજમાં 7 ઇંચ વરસાદથી શાળા પાણીમાં ગરકાવ

જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા એ તોફાની એન્ટ્રી શરૂ છે જેને લઈ જિલ્લામાં સાર્વત્રિક પરસાદ વરસવા પામ્યો છે ત્યારે હારીજમાં ગત રાત્રીથી આજ બપોર સુધીમાં 7 ઇંચ વરસાદ વરસવા પામ્યો છે. ત્યારે વરસાદે સમગ્ર પંથકમાં પાણી-પાણી કરી દીધું છે. ત્યારે હારીજના ખેમાસર વિસ્તારમાં આવેલ ખેમાસર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. 
 

Aug 16, 2019, 08:17 PM IST

1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર લાગુ કરશે ‘નવી શિક્ષણનીતિ’

વર્ષ 1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં ત્રીજીવાર નવી શિક્ષણનીતિ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી છે. જેના માટે હાલમાં તમામ રાજ્યો પાસેથી જરૂરી સૂચનો મંગાવવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિનો હેતુ વિદ્યાર્થીઓ ઉત્તમ અને સસ્તું શિક્ષણ સરળતાથી મેળવી શકે તેમજ વધી રહેલો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના પર ખાસ ધ્યાન આપીને તૈયાર કરાઈ રહ્યું છે.

Aug 16, 2019, 07:15 PM IST
Gandhinagar: Students Hold Shaurya Yatra Carrying 551 Foot Long Flag PT4M13S

ગાંધીનગરમાં કરાયું શોર્ય યાત્રાનું આયોજન, જુઓ વીડિયો

ગાંધીનગર: 551 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ગાંધીનગરના માર્ગો ઉપર નિકળી શોર્ય યાત્રા, મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા.

Aug 14, 2019, 03:15 PM IST

શહીદો માટે તૈયાર કરાઇ 250 ફૂટ લાંબી રાખડી, પુલવામા ખાતે જઇને પાઠવશે શ્રદ્ધાંજલિ

આ વખતે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન એક જ દિવસે આવતા અમદાવાદના ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રાખડી પ્રદર્શનમાં મુકાઈ છે. 250 ફૂટ લાંબી રાખડી કે જેને ‘ધી માર્ટિયર ઓફ પુલવામા’ થીમ પર બનાવવામાં આવી છે.

Aug 14, 2019, 03:09 PM IST

પરીક્ષાના આગલા દિવસે ફોર્મ ભરવાની સુવિધા આપનાર GTU દેશની ‘પ્રથમ યુનીવર્સીટી’

ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ રાજ્યના કોઈ પણ ખૂણામાંથી પરિક્ષાના આગલા દિવસે પણ પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રકારની સુવિધા વિદ્યાર્થીઓને આપનાર GTU દેશની પ્રથમ યુનીવર્સીટી બની છે.

Jul 30, 2019, 09:00 PM IST

તાપી: આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

જિલ્લાના ડોલવણના ચુનાવાડી ગામાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી છે. ઘટનાની જાણ થતા ડોલવણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Jul 29, 2019, 06:43 PM IST
Allen institute PT2M14S

અમદાવાદનાં એલન ઇન્સિટ્યુટમાં શિક્ષકનું વિદ્યાર્થીનું ગળુ દબાવતા ચકચાર...

અમદાવાદની એલન ઇન્સિટ્યુટમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું કોઇ કારણોસર ગળુ દબાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સામે આવેલા સીસીટીવીમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું ગળુ દબાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. વિદ્યાર્થીને ગળામાં ઇજા પણ પહોંચી છે.

Jul 28, 2019, 09:30 PM IST

ગુજરાત યુનિવર્સિટી આવી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની વ્હારે, વસાવ્યું અનોખું સોફ્ટવેર

ગુજરાત યુનિવર્સિટીએ 'કીબો' નામનું એક સોફ્ટવેર વસાવ્યું છે, જેની મદદથી હવે કોઈ પણ પુસ્તકને સ્કેન કરીને તેને 10 ભાષામાં સાંભળી શકાશે અને દુનિયાની 100 ભાષામાં તેનો અનુવાદ કરીને પણ વાંચી શકાશે
 

Jul 25, 2019, 11:27 PM IST

શિક્ષકે મોબાઇલમાં બિભત્સ વીડિયો બતાવી વિદ્યાર્થીની સાથે કર્યા શારિરીક અડપલા

ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો ક્લિપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.
 

Jul 23, 2019, 08:25 PM IST

સરકારી બાદ હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા આદેશ

ખાનગી અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો, જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. 
 

Jul 23, 2019, 05:38 PM IST
Vadodra: Science Faculty Students Protest Against Dean PT10M22S

જુઓ વડોદરાની MSUની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ કેમ કરી હડતાળ

વડોદરાની MS યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ હડતાળ કરી છે. હાયર પેમેન્ટના વિદ્યર્થીઓને જગ્યા હોવા છત્તા ગ્રાન્ટેડમાં પ્રવેશ નથી આપતા વિદ્યાર્થીઓએ હડતાળ કરી છે. વિદ્યાર્થીઓ સામે ડીનના ઉદ્ધત વર્તન અને દાદાગીરીના કારણે વિદ્યાર્થીઓમાં રોષ સર્જાયો હતો. વિધાર્થીઓ ફેકલ્ટીની બહાર જ ધરણાં પર બેઠા હતા.

Jul 19, 2019, 05:15 PM IST

શાળાઓ બાદ કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ

શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે. 
 

Jul 17, 2019, 05:50 PM IST
Surat: Student Stabs Another Student PT7M8S

સુરતમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી કર્યો હુમલો, જુઓ વિગત

સુરતઃ લિંબાયતમાં વિદ્યાર્થીને ચાકુ મારવામાં આવ્યું. અન્ય વિદ્યાર્થીએ ચાકુ માર્યું હોવાની ચર્ચા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવાયો.

Jul 13, 2019, 05:40 PM IST

આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ

વાત કરીએ શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું સાથે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. માંગરોળના હથોડા ગામની પ્રાથમિક શાળા એક સમયે આદર્શ પ્રાથમિક શાળાનોદરજ્જો મેળવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગની લાલીયાવાડીના કારણે આદર્શ શાળાની દુર્દશા બેઠી છે. વાલીઓ શાળામાં શિક્ષકોની ઘટના પગલે બાળકોની સંખ્યા ઘટી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મુકવા મજબુર બન્યા છે. 

Jul 8, 2019, 04:51 PM IST