RAJKOT માં એવા લગ્ન કે જે તમે ક્યારે પણ જોયા નહી હોય! આવા લગ્ન અંબાણી પણ ન યોજી શકે
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકી લગ્ન એ અગત્યની સંસ્કાર વિધી છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નએ એક ધાર્મીક વિધી ઉપરાંત અનોખો ઉત્સવ છે. રાજકોટનું નારીસંરક્ષણ ગૃહ આજે એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બન્યુ હતું. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે ત્રણ દીકરીના લગ્ન થયા છે. જેમાં લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ રોપાયા, મહેંદી મુકાઈ અને પીઠી ચોળવામાં આવી હતી. સાથે જ શરણાઈઓ અને ઢોલ પણ ઢબૂક્યા હતા.
આ તમામ વિવાહ વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પીડીત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહિવટી તંત્ર સદા પ્રયત્નશીલ છે. આજે કુલ ત્રણ યુગલોના લગ્ન કરવામાં આવ્યા, જેમાં બે રાજકોટના છે અને એક યુગલ જામનગરનું છે. જામનગરનું યુગલ મુકબધિર છે. આ દંપતિઓને એક લાખ રૂપિયા તથા 50 હજારની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, નારી સંરક્ષણ ગૃહના મેનેજર સહિતના લોકો આ લગ્નોત્સવ માટે તડામાર તૈયારીઓ કરી હતી. સંસ્થામાં 3 કન્યાના લગ્નના અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સગાં-સંબંધી અને સ્નેહીજનોના સામાન્ય લગ્નોત્સવના સાક્ષી તો સૌ કોઈ બન્યા હશે પરંતુ રાજકોટમાં આજે એક અનોખા લગ્ન યોજાયા છે જેમાં નારી સંરક્ષણ ગૃહની ત્રણ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આખું ગૃહ શરણાઈના સૂર અને ઢોલના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું. મુકબધિર યુગલની લગ્ન વિધી કરાવનાર મહેશ જોષીએ અગાઉ 16 જેટલા મુકબધિરોના લગ્ન કરાવ્યા છે. આ યુગલ માટે તમામ વિધી શબ્દોથી નહીં પરંતુ સાઈન લેન્ગવેજથી કરાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે