SURAT: કોંગ્રેસ હોય કે કોર્ટ રાહુલ ગાંધીનો માત્ર એક જ જવાબ 'મને કંઇ નથી ખબર'
Trending Photos
સુરત : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે સુરત ખાતે એક કેસ અનુસંધાને કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રાહુલ ગાંધી સીધા જ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં કોર્ટ રૂમમાં રાહુલ ગાંધીનું વધારાનું નિવેદન લેવાયું હતું. રાહુલ ગાંધીએ જો કે કોર્ટમાં આપેલા સ્ટેટમેન્ટમાં તમામ સવાલો અને પૂરાવા અંગે પુછાયેલા સવાલોનાં જવાબમાં હું કંઇ નથી જાણતો તેવો જ જવાબ આપ્યો હતો. આ અંગે કેસ કરનાર પુર્ણેશ મોદીએ કહ્યું કે, અમારા સમાજના 13 કરોડ લોકો સમગ્ર દેશમાં વસવાટ કરે છે. તેઓ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું. જેથી આ માનહાનીનો કેસ કર્યો છે.
પૂર્ણેશ મોદીના વકીલ પી.વી રાઠોડે આ અંગે કહ્યું કે, બે સાહેદોની 25 મીથી જુબાની પુર્ણ થઇ હતી. તેના વીડિયો રેકોર્ડિંગ કરનાર પ્રકાશ અને શિવ સ્વામીની જુબાની પુર્ણ થઇ ચુકી છે. આ સાહેદોની જુબાની અંતર્ગત કોર્ટે વધારાના નિવેદન માટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ રેકોર્ડિંગ અને તેને લગતી બાબતો વિશે કંઇ જ જાણતો નથી. આવતી કાલે આ કેસમાં વધારે એક સાહેદને બોલાવવાની અરજી પર સુનાવણી થશે. જો આ સુનાવણીમાં કોર્ટ અરજી ગ્રાહ્ય નહી રાખે તો હાઇકોર્ટમાં જઇને સાહેદ ચંદ્રપ્પા કે જેમણે રેકોર્ડિંગ અંગેની સીડી બનાવી હતી તેઓ અરજી કરી શકે છે.
સુરતમાં મુખ્ય બે સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસવીએનઆઇટી સર્કલ અને પુજા અભિષેક ટાવર નજીક કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાત કોંગ્રેસ સમિતી દ્વારા એરપોર્ટથી એસવીએનઆઇટી સુધી બે પોઇન્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. કોંગ્રેસ નેતાઓના માર્ગદર્શન અને આગામી ચૂંટણીને ધ્યાને રાખીને રાહુલ ગાંધી લાભ પાંચમ બાદ ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કરશે. જેમાં તેઓ સતત 3 દિવસ ગુજરાતમાં જ હાજર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે