Detained News

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેતા શિવલિંગ બાબતે વાણી વિલાસ કરનાર AIMIM ના નેતા દાનિશ કુરેશીન
AIMIM ના નેતા દાનીશ કુરેશીની પોસ્ટ બાદ એકાએક વિરોધ ઉભો થયો છે. અનેક હિન્દૂ ધર્મના લોકોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. આખરે સાયબર ક્રાઇમની ટીમે આ અંગે ગુનો નોંધી દાનીશને ઓફિસમાંથી જ ઉઠાવી લઈ કાયદાના પાઠ ભણાવી શાન ઠેકાણે લાવી દીધી છે. સોશિયલ મીડિયા ઉપર વિવાદીત ટિપ્પણી લખવા અંગે વધુ એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, જ્ઞાનવ્યાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
May 18,2022, 17:07 PM IST

Trending news