ઈકો ઝોન નાબૂદ નહીં થાય તો દેહ ત્યાગ કરીશ, આપના નેતાની સરકારને ચીમકી
Gir Eco-Sensitive Zone issue : ઈકો ઝોન મામલે આકરા પાણીએ આપ નેતા કરશન બાપુ... સરકાર ઈકો ઝોન નાબૂદ નહીં કરે તો દેહ ત્યાગ કરવાની ઉચ્ચારી ચીમકી... ગીર ગઢડામાં મળેલા સંમેલનમાં કહ્યુ- ટૂંક સમયમાં જ સ્થળ અને સમય જાહેર કરીશ...
Trending Photos
Gir Somnath News : ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આવામાં ગીર સોમનાથ કરશન બાપુએ દેહત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરે નહિતર હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. જો ઇકો ઝોન સંપૂર્ણ દફનાવો નહિતર હું દેહ ત્યાગ કરીશ. આમ, ગત રોજ ગીરગઢડા ખાતે મળેલા સમેલન દરમ્યાન કરશન બાપુએ આક્રમક ભાષણ કર્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુએ ઈકો સેન્સિટિવ ઝોન પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચીમકી આપી છે કે કે, જો સરકાર ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ નહીં કરે તો હું દેહત્યાગ કરીશ. તેમણે એવું પણ કહ્યું કે, ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે એક સંમેલન મળ્યું હતું, જેમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જ્યારથી ઈકો સેન્સિટિવ ઝોન વધુ વિસ્તારમાં લાગૂ કરવાનો નિર્ણય થયો છે ત્યારથી તેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો પણ ઈકો ઝોનનો સતત વિરોધ કરી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટીના નેતાનું આ નિવેદન સામે આવ્યું છે.
ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકોઝોનના કાયદા વિરૂદ્ધ જન આક્રોશ
ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકો ઝોનના કાયદા વિરૂદ્ધ જન આક્રોશ થમી નથી રહ્યો. નવરાત્રી પર ગીરના ગામે ગામ ઇકોઝોન વિરોધના ગરબા હોય કે પછી દશેરા પર ઈકોઝોનના પૂતળાનું દહન ગીરના ખેડૂતો દરેક મોરચે એક થઈને ઈકો ઝોનના કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાનો પોતાના પક્ષની લાઈન છોડીને પણ પોતાના ખેતીની રક્ષા માટે ખુલીને ઈકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાજપ સમર્થિત તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવા ઠરાવ કરાયો છે. તાલાલા Apmc ના તમામ 16 સભ્યોની સહમતીથી ઠરાવ મંજૂર કરાયો છે કે ઈકોઝોનનો કાયદો ન લાવવા અને જાહેરનામાને રદ કરવા ઠરાવ તેઓ સરકાર અને કૃષિ વિભાગ સુધી લડત કરશે.
AAP નેતા કરશન બાપુનું ઈકો સેન્સિટિવ ઝોન પર મોટું નિવેદન, સરકાર ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ ન કરે તો દેહત્યાગની ચીમકી...#AAP #ecosensitivezone #gujarat #viralvideo #ZEE24KALAK pic.twitter.com/VIde3iCROd
— Zee 24 Kalak (@Zee24Kalak) October 20, 2024
ખેડૂતોના આક્ષેપ
ખેડૂતોનો આરોપ છે કે રાજકીય મોટા માથાઓને છાવરીને જ્યાં ખનન પ્રવૃત્તિ ચાલે છે તે વિસ્તારોને ઇકોઝોનના સીમાંકનની બહાર કરવામાં આવ્યા છે. અને માત્ર નાના ખેડૂતોને દબાણમાં લેવામાં આવે એવો ખેડૂતોને ડર છે. વનવિભાગનું ઈકોઝોન ફાયદાકારક છે એવા કાગળ ગામે-ગામ ખેડૂતોને આપવામાં અવી રહ્યા છે પણ એની વિશ્વસનીયતા કેટલી? કારણકે આ કાગળો પર ન તો વનવિભાગ કે ન તો સરકારના કોઈ અધિકૃત હસ્તાક્ષર છે. ત્યારે ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે વનવિભાગ દ્વારા અમાનુષી વલણ દાખવી અત્યારે પણ પોતે જમીનના માલિક છે તેમ વર્તન કરી અને ખેડૂતોને વૃક્ષો વાવવા માટે પણ પરવાનગી લેવી પડે તેવું જકકી વલણ દાખવી રહ્યું છે. ઈકોઝોનનો પ્રશ્ન વનવિભાગના સ્થાનિક ખેડૂતો સાથે વણસેલા સંબંધોને કારણે વધુ વિકટ બની રહ્યો હોય તેવું દેખાય રહ્યું છે.
સરકારે ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો
ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વનવિભાગ સામે ઉભો થયેલા વિરોધને શાંત કરવા માટે અને ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે રહેલી ગેરસમજ દૂર કરવા માટે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોનથી કોઈ જ પ્રકારની અડચણો ઉભી થવાની નથી. ઈકો સેન્સેટીવ ઝોન માત્રને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ પરેશાની નહી પડે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઈકો સેન્સેટીવ ઝોન ૩૮૯ ગામોમાં લાગુ છે. પરંતુ હવે આ નવા નોટિફીકેશન લાગુ થતાંની સાથે જ માત્ર ૧૯૬ ગામોનો સમાવેશ થશે. એટલે એક રીતે નવા ઈકો સેન્સેટીવ ઝોનમાં ક્ષેત્રફળ ઘટાડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે