પાલનપુરના ખસા ગામે લજવાઈ કળિયુગી માંની મમતા! ખેતરમાં ખાલી કુંડીમાં બાળકીને તરછોડી

સમાજમા દીકરીનું મહત્વ વધે તે હેતુસર સરકાર દ્વારા દીકરીઓને પ્રાધાન્ય આપવા અલગ અલગ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જો કે સરકારના અથાગ પ્રયાસો બાદ પણ ખસા ગામે મા -દીકરીના સબંધને લજવતો અને મા ની મમતાને લાજવતો કિસ્સો સામે આવ્યો છે.

પાલનપુરના ખસા ગામે લજવાઈ કળિયુગી માંની મમતા! ખેતરમાં ખાલી કુંડીમાં બાળકીને તરછોડી

અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુર પંથકમાં માતાની મમતા લજવતો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના ખસા ગામે 6-7 દિવસની નવજાત બાળકીને ત્યજી દેવાઈ હોવાની ઘટના સામે આવતા પંથકમા હડકમ્પ મચ્યો છે. જો કે ખેતરના હવાડામાં ત્યજી દેવાયેલી બાળકી ઉપર પશુપાલકની નજર પડતાં તેને સહી સલામત રીતે પાલનપુર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડી પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ઘટનાને લઈને નિર્દયી માતા અને તેના પરિવારજનો ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

સમાજમા દીકરીનું મહત્વ વધે તે હેતુસર સરકાર દ્વારા દીકરીઓને પ્રાધાન્ય આપવા અલગ અલગ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જો કે સરકારના અથાગ પ્રયાસો બાદ પણ બનાસકાંઠાના પાલનપુર તાલુકાનાખસા ગામે મા -દીકરીના સબંધને લજવતો અને મા ની મમતાને લાજવતો કિસ્સો સામે આવ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે પાલનપુરના ખસા ગામથી ગઢ ગામને જોડતા રોડ પર આવેલા એક ખેતરમા બનાવેલા પાણીના હવાડામા કોઈ એક 6-7 દિવસની નવજાત બાળકીને તરછોડી ગયું. 

જો કે વહેલી સવારે પશુ દોહવા ખેતર માલિક જ્યારે પોતાના ખેતરમાં પહોંચો ત્યારે એક બાળકી રડતી હોય તેવો અવાજ સંભળાતા ખેતર માલિક હવાડા નજીક પહોંચ્યો અને હવાડામાં જોયું તો એક નવજાત બાળકી તરછોડેલી હાલતમાં પડી હતી જેને લઇ ખેતર માલિકે ઘટનાની જાણ ગામના સરપંચ સહિત ગ્રામજનોને કરતા વહેલી સવારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉંટી પડ્યા હતા અને તે બાદ સમગ્ર ઘટનાની જાણ સરપંચ દ્વારા ગઢ પોલીસ અને 108 ની ટીમને કરાતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તરછોડેલી હાલતમાં મળેલી નવજાત બાળકીને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જો કે તે બાદ ગઢ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ ઘટના સ્થળે પહોંચી સરપંચની હાજરીમાં સમગ્ર ઘટનાનું પંચનામું કરાયું છે અને આ નવજાત બાળકીને કોણે તરછોડી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મહત્વની વાત છે કે અત્યારે તો નવજાત બાળકની પાલનપુર સિવિલમાં હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે પરંતુ જે સ્થિતિમાં નવજાત બાળકીને તરછોડાઈ તેને લઈ અત્યારે તો સૌ કોઈ નવજાત બાળકીની માતા અને તેના પરિવાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. 

જોકે ગઢ પોલીસે ઘટના સ્થળ ઉપરથી બળકીની માતાનો ડ્રેસનો ટુકડો અને બાળકી જેમાં લપટાયેલી હતી તે કપડાં અને એક લેગી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news