માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરી મોરબીના ખેડૂતે કર્યો કમાલ, થઈ રહી છે લાખોની કમાણી

સૌરાષ્ટ્રમાં કેસરની ખેતી... આ વાત સાંભળી તમને નવાઈ લાગશે પરંતુ મોરબી જિલ્લામાં એક ખેડૂતે આ કમાલ કરી દીધો છે. ખેડૂતે માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરી છે. એરોપોનિક પદ્ધતિથી ખાસ કેસર ઉગાડ્યું  છે.
 

માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરી મોરબીના ખેડૂતે કર્યો કમાલ, થઈ રહી છે લાખોની કમાણી

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ કેસર નામે કાને પડતાં જ કશ્મીર યાદ આવી જાય....આજે કેસર યુક્ત અનેક વસ્તુઓ મળી જાય છે...પણ શું તમે કેસરને ખેતી જોઈ છે?, કેસરનો ભાવ તમને ખ્યાલ છે?...જે કેસરની ખેતી સામાન્ય રીતે આપણા દેશમાં કશ્મીરમાં સૌથી વધુ થાય છે તે કેસર આપણા ગુજરાતમાં ઉગાડવામાં આવ્યું છે...અને તે પણ સૌથી ઓછી જગ્યામાં....મોરબી જિલ્લામાં માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરીને એક ખેડૂતે કમાલ કરી નાંખી છે...ત્યારે કેવી છે આ ખાસ ખેતી?...જુઓ આ અહેવાલમાં....

સૌરાષ્ટ્રમાં મગફળીની સાથે થાય છે કેસરની ખેતી
માત્ર 300 ફૂટ જગ્યામાં થઈ રહી છે લાખોની કમાણી
ન માનવામાં આવે તેવી કમાલ યુવાન ખેડૂતે કરી
એરોપોનિક પદ્ધતિથી ઉગાડ્યું ખાસ કેસર

સૌરાષ્ટ્ર એટલે મગફળી અને કપાસનું હબ...મોટા ભાગના ખેડૂતો આ બન્ને પાકની ખેતી સૌથી વધારે કરે છે...જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોએ બાગાયતી પાક લેવાનું પણ શરૂ કર્યું છે...બાગાયતી ખેતીમાં ઓછા ખર્ચે અને ઓછી મહેનતે સારી ઉપજ મળે છે. ત્યારે મોરબીના સનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ દોશી નામના યુવાન ખેડૂતે એક નવો જ ચીલો ચીતર્યો છે...સીરામિક ટાઈલ્સના ટ્રેડિંગનું કામ કરતા આ યુવાન ખેડૂતે કેસરની ખેતી શરૂ કરી છે....અને સૌથી મોટી વાત એ છે કે આ ખેડૂતે ખેતરમાં નહીં પણ દુકાનની અંદર કેસરની ખેતી કરી છે...હા માનવામાં ન આવે પણ આ સત્ય છે...500 ફૂટની બે દુકાનમાંથી 300 ફૂટ ખાસ જગ્યામાં એક લેબ વિકસાવીને એરોપોનિક પદ્ધતિથી કેસરનો પાક લઈ રહ્યા છે...

ડોમા સેફરોન નામથી 200 કિલો કેસરના બલ્બ મેળવીને કેસરની ખેતી શરૂ કરી હતી... અને આ બલ્બનો એક કિલોના 1200 થી 1300 રૂપિયા હોય છે જોકે, ત્રણ મહિનાની અંદર તેમાં પાક આવવાની શરૂઆત પણ થઈ જાય છે...કેસરનો એક ગ્રામનો ભાવ 800થી એક હજાર રૂપિયા હોય છે. સૌથી મોટી વાત એ છે આ પદ્ધતિથી થતી ખેતીમાં મેન પાવર કે ખર્ચ સાવ નહિવત હોય છે. કશ્મીર જેવું વાતાવરણ મળી રહે તે માટે રૂમની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. તો આ ખેતીમાં કોઈ પણ કેમિકલ કે દવાનો છંટકાવ કરવામાં આવતો નથી....

ખેતી હોય કે અન્ય કોઈપણ કામ જ્યારે બીજા કરતાં હટકે કામગીરી કરવામાં આવે ત્યારે સો ટકા તેની નોંધ લેવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના આ યુવાન દ્વારા પોતાના સિરામિક ટ્રેડિંગ અને એક્સપોર્ટના ઉદ્યોગની સાથોસાથ નાની એવી જગ્યાની અંદર કેસરની ખેતી શરૂ કરવામાં આવી છે...ઓછી જગ્યા, ઓછો ખર્ચ, ઓછી મહેનત તેમ છતાં પણ સારી આવક યુવાન ખેડૂત પોતાની મહેનત અને સુઝબુઝથી લઈ રહ્યો છે...જો આ જ પ્રકારે અન્ય ખેડૂતો પણ ખેતી કરે તો સારી આવક મેળવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news