પંચમહાલઃ ઝબાન ગામ પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના સાત લોકોના મોત

ગાડી ખાડામાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો. 

 પંચમહાલઃ ઝબાન ગામ પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના સાત લોકોના મોત

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના ઝબાન ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે એક પરિવાર માટે મોતનો કાળ બન્યો છે. ઝબાન ગામ નજીક ગાડી ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. બોડેલીમાં આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હાલ પોલીસ પણ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર ઈન્ડિકા ગાડીનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી હોવાને કારણે એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઓ પાણીમાં ગરકાવ થઈ જતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બોડેલીનો ખત્રી પરિવાર હાલોલ ખાતે તેમના સંબંધિઓને મળીને રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news