આ તો નેતાઓ છે કે ભુવા? ઇસુદાનનાં રિપોર્ટ બાદ બધા ભગવાન-માતાજીની કસમો ખાઇ રહ્યા છે!
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં 12 ડિસેમ્બરે યોજાયેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલા જ લીક થઇ ગયું હતું અને આ સમગ્ર મામલે આપના નેતા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો હતો. જેનો સ્વિકાર સરકારે પણ કર્યો હતો. જો કે આ મુદ્દે ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું આપ દ્વારા માંગવામાં આવી રહ્યું હતું. આ અંગે ભાજપના કાર્યાલય બહાર તેઓએ પ્રદર્શન પણ કર્યું હતું. જે પ્રદર્શન ખુબ જ વિવાદિત બન્યું હતું. ઇસુદાન ગઢવીએ દારૂ પીધાનો આક્ષેપ થતા સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. આજે એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ ઇસુદાને દારૂ પીધુ કે નહી તે સૌથી વધારે વિવાદિત બન્યો હતો.
જો કે આ મુદ્દે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ સત્ય સાબિત કરવા માટે કોઇ વૈજ્ઞાનિક પદ્ધતીઓનાં બદલે માતાજીની કસમોથી જ કામ ચલાવ્યું હતું. આ અંગે ઇસુદાને પોતે જ શરૂઆત કરી હતી કે, હું ઇશ્વરના સોગંધ ખાઉ છું કે મક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ હું જનતા માટે મરી જવા માટે તૈયાર છું. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. આ ઉપરાંત ઇસુદાને કહ્યું કે, મારો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો કઇ રીતે પોઝિટિવ આવ્યો છે.
તો ZEE 24 KALAK ની ડિબેટમાં આવેલા નેતા ઇરશાન ત્રિવેદીએ ડિબેટ દરમિયાન જણાવ્યું કે, ભાજપ વાળા જે પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે તમને મારી માં ખોડીયાર માફ નહી કરે. તમારૂ બંધ કરો. તમને ભગવાન નહી છોડે. આ પ્રકારની રાજનીતિથી આપ તુટશે નહી. આ ઉપરાંત અનેક નેતાઓ ભગવાન અને માતાજીની દુહાઇ દેતા જોવા મળ્યા હતા. જો કે જે બ્રાહ્મણો અને ભગવાનોનો વિરોધ કરીને ગોપાલ ઇટાલિયા રાજનીતિમાં પોતાનું કદ વધાર્યું ત્યારે હવે તેના સિવાયનાં તમામ નેતાઓ ભગવાનનાં શરણે હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે