ગુજરાતી ન્યૂઝHealthFlaxseed: શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય

Flaxseed: શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય


Flaxseed: શિયાળામાં સાંધાના દુખાવાની ફરિયાદ વધી જતી હોય છે. જેમ જેમ ઠંડી વધે તેમ તેમ દુખાવો પણ વધે છે. તેવામાં જો શિયાળાની શરુઆતથી જ અળસી ખાવામાં આવે તો આ તકલીફથી બચી શકાય છે. 

Flaxseed: શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય

Flaxseed: શિયાળા દરમિયાન શરદી, ઉધરસ, તાવ, પાચનની સમસ્યાઓની સાથે સાંધાના દુખાવા પણ વધી જાય છે. જેમ જેમ ઠંડી પડે તેમ સાંધામાં દુખાવો પણ વધવા લાગે છે. શિયાળા દરમિયાન આ પ્રકારની તકલીફોથી બચવું હોય તો ડાયટમાં કેટલીક વિશેષ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ઠંડીની ઋતુમાં જો તમે અળસીના બી ખાવાનું રાખો છો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

Add Zee News as a Preferred Source

દેખાવમાં નાનકડા અળસીના બી પોષક તત્વોનો ખજાનો હોય છે. અળસીના બી ખાવાથી શિયાળામાં થતી બીમારીઓથી બચાવ પણ થાય છે અને શરીરને મજબૂતી પણ મળે છે. રોજ 1 ચમચી જેટલા અળસીના બી ખાઈ લેવાથી પણ સાંધાના દુખાવા સહિતની શરીરની ઘણી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે.

અળસીના બીથી થતા લાભ 

અળસીના બી ફાઇબર, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, કોપર અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે. અળસીના બી શિયાળા દરમિયાન શરીરને જરૂરી પોષણ આપે છે. 

શિયાળામાં સાંધાના દુખાવાથી મળશે રાહત 

શિયાળા દરમિયાન સાંધામાં દુખાવો અને સોજો વધી જાય છે. પરંતુ જો તમે નિયમિત અળસીના બી ખાવાનું રાખશો તો આ સમસ્યાથી રાહત ઝડપથી મળશે. અળસીના બીમાં એવા ગુણ હોય છે જે સોજો ઉતારે છે અને જૂનામાં જૂના દુખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે. અળસીના બી ઉપરાંત અળસીનું તેલ પણ સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને શિયાળામાં સાંધામાં વધારે દુખાવો રહેતો હોય તો અળસીના બીનું સેવન કરવું અને સાથે જ અળસીના તેલથી માલિશ પણ કરવી. 

પાચનની સમસ્યા થશે દૂર 

શિયાળા દરમિયાન પાચન સંબંધિત સમસ્યા પણ ઘણા લોકોને રહેતી હોય છે. જેમકે ગેસ, કબજિયાત, પેટમાં બળતરા વગેરે. આ પ્રકારની સમસ્યાઓ રહેતી હોય તો પણ અળસીના બી ખાવાથી ફાયદો થશે. અળસીના બીમાં ઘુલનશીલ ફાયબર હોય છે જે પાચન ક્રિયાને દુરુસ્ત કરે છે અને કબજિયાત જેવી સમસ્યાને મટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે અળસીના બીનું સેવન કરવાથી આંતરડાની સફાઈ થાય છે અને પેટની સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news