અમદાવાદીઓ આ જાણી લો, નહિ તો સ્વાદનો ચટાકો મોંઘો પડશે : આ ફેમસ ખાણીપીણીના સેમ્પલ ફેલ નીકળ્યા
Ahmedabad Heath Department Rais : અમદાવાદની જાણીતી હોટેલોમાં જમવા જતા પહેલા સાવધાન..શહેરની જાણીતી રેસ્ટોરન્ટના ફૂડ સેમ્પલ થયા ફેલ..AMCએ 286 એકમોને આપવામાં આવી નોટિસ...
Trending Photos
Ahmedabad Food News : અમદાવાદમાં હવે બહાર ખાવા જેવુ નથી રહ્યું. છેલ્લાં કેટલાક સમયથી અમદાવાદની વિવિધ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચાતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. આવામા અમદાવાદની જાણીતી હોટલોમા પણ જમતા પહેલા સાવધાની રાખવાની જરૂર આવી પડી છે. કારણ કે, AMCના ફૂડ વિભાગની મોટી કાર્યવાહીમાં શહેરની જાણીતી રેસ્ટોરન્ટના ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા. મણિનગરની ઘી-ગુડ રેસ્ટોરન્ટનું મન્ચુરિયનનું સેમ્પલ ફેલ થયું. તો અમરાઈવાડી નેશનલ હેન્ડલૂમના ભુંગળાનું સેમ્પલ પણ ફેલ થયું. AMCએ 738 એકમમાં તપાસ કરી 286ને નોટિસ આપી છે.
738 એકમમાં તપાસ કરી 286ને નોટિસ અપાઈ
AMC ના ફૂડ વિભાગની કાર્યવાહી AMC ના ફૂડ વિભાગે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરાઈ હતી. જેમાં અમદાવાદ શહેરની જાણીતી રેસ્ટોરન્ટના ફૂડ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. મણિનગરની ઘી-ગુડ રેસ્ટોરન્ટનું મન્ચુરિયનનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું છે. તો અમરાઈવાડી નેશનલ હેન્ડલૂમ ના ભુંગલાનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ પાસેથી લીધેલા સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. જેથી AMC દ્વારા 738 એકમમાં તપાસ કરી 286ને નોટિસ અપાઈ છે. ફૂડ વિભાગ દ્વારા 214 ફૂડ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે.
કયા કયા નમૂના ફેલ નીકળ્યા
- અમરાઇવાડી વિસ્તારમાં મ્યુનિ.ઓફિસ પાસે પુરૂષોત્તમ પ્લાઝામાં ચાલતાં નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશનમાંથી ફૂડ વિભાગની ટીમે ભુંગળાનાં નમૂના લીધા હતા. જેની તપાસ દરમિયાન સબસ્ટાન્ડર્ડ પુરવાર થયા
- ઘી-ગુડની મણીનગર ક્રૃષ્ણબાગ ચાર રસ્તા પાસે આવેલાં તક્ષશીલા સ્ક્વેરમાં આવેલી બ્રાંચમાંથી વેજ મંચુરિયનનાં નમૂના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા
- અસારવા સિવિલ હોસ્પિટલ સામે મ્યુનિ.ની દુકાનમાં ચાલતાં મહિમા બારા હાન્ડી એન્ડ ફ્રાય સેન્ટરમાંથી લેવાયેલાં ગ્રેવીનાં નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર
અરેરાટીભર્યો કિસ્સો : લોખંડનો સળિયો ઘૂસી ગયેલો પગ લઈને હોસ્પિટલ પહોંચ્યો દર્દી
આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા મીઠાઈ, દૂધ, પનીર, બટર, બેકરી પ્રોડક્ટ્સ, ગોળ, ખાદ્યતેલ, બેસન, નમકીન, મરી મસાલા, અન્ય ખાદ્ય ચીજોના નમૂના વિવિધ એકમમાંથી લેવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિથી લઈને દિવાળી સુધીની તહેવારોની સીઝનમાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ હોટલ અને ફૂડ એકમોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. જેમાઁથી કેટલાય નમૂના ફેલ ગયા છે. ફૂડ વિભાગે છેલ્લાં પંદરેક દિવસમાં 738 એકમોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં બિનઆરોગ્યપ્રદ 1400 કિલો લીટર ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ અનેક વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે