145th Jagannath Rath Yatra Live: મોસાળમાં વાજતે ગાજતે ભગવાનને મામેરું અર્પણ કરાયું, રથ નિજ મંદિર રવાના થયા

કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ  નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. રથયાત્રાની પળેપળની અપડેટ.....

145th Jagannath Rath Yatra Live: મોસાળમાં વાજતે ગાજતે ભગવાનને મામેરું અર્પણ કરાયું, રથ નિજ મંદિર રવાના થયા

ઝી બ્યૂરો, અમદાવાદ: કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ  નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. રથયાત્રા પર વરસાદના અમી છાંટણા થતા માહોલ એકદમ આનંદમય બની ગયો છે. દર્શન કરવા આવેલા લોકો એકદમ ભાવવિભોર થઈ ગયા છે. ચારે કોર જય રણછોડ માખણ ચોરના નારા ગૂંજી રહ્યા છે.  રથયાત્રાની પળેપળની અપડેટ.....

LIVE Update: 

રથ નિજ મંદિર તરફ રવાના થયા
મોસાળમાં ભાણેજને મામેરું કરાયા બાદ હવે ભગવાનના રથ નિજ મંદિર તરફ રવાના થયા છે. ત્રણેય રથ સરસપુરથી નીકળી ગયા છે. 

ગજરાજ નિજ મંદિર તરફ રવાના
ગજરાજ સરસપુરથી નીકળી રહ્યા છે અને નિજ મંદિર તરફ રવાના થઈ ગયા છે. જ્યારે ટ્રકો પણ સરસપુરથી નીકળવા લાગી છે. 

વાજતે ગાજતે મામેરું અર્પણ કરાયું
ભગવાન હાલ તેમના મોસાળ સરસપુર ખાતે છે. અહીં મોસાળમાં વાજતે ગાજતે મામેરું અર્પણ કરાયું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2022

ભગવાન પહોંચ્યા મોસાળ
ટ્રકો, અખાડા, ભજનમંડળી તથા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના રથ મોસાળ સરસપુર પહોંચી ગયા છે. અહીં હવે મોસાળું કરવામાં આવશે. 

એક વાગે રથ સરસપુર પહોંચ્યા
ત્રણેય રથ એક વાગે સરસપુર પહોંચી ગયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2022

સવા બાર વાગે પાંચ કૂવા પહોંચ્યા રથ
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ હવે પાંચ કૂવા પહોંચી ગયા છે. 

ખાડિયા પહોંચ્યા રથ
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બળભદ્રના રથ 11.48 વાગે ખાડિયા પહોંચ્યા છે. 

રથ કોર્પોરેશન પાસે પહોંચ્યા
સવારે સાડા દસ વાગે ત્રણેય રથ કોર્પોરેશન પહોંચ્યા છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી પણ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસે પહોંચ્યા. જ્યાં અમદાવાદના મેયર કિરિટ પરમાર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના નેતાઓ દ્વારા મહંત દિલિપદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું. 

ગજરાજ પહોંચ્યા કાલુપુર
ગજરાજ હાલ કાલુપુર પહોંચી ગયા છે. પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું સર્વેલાન્સ થઈ રહ્યું છે. 

— Dixit Soni (@DixitGujarat) July 1, 2022

અમી છાંટણાથી રથયાત્રાનું સ્વાગત
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું ઈન્દ્રદેવે પણ જાણે સ્વાગત કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. સરસપુર બાદ કાલુપુરમાં પણ રથયાત્રા પર વરસાદના અમી છાંટણા થયા. ભગવાનના દર્શન કરવા આવનારા ભક્તોને ગરમીથી રાહત મળી. 

ભગવાનના મોસાળમાં થનગનાટ
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને થનગનાટ છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. રથયાત્રાના સમગ્ર રસ્તા પર પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. જય રણછોડ માખણચોર ના નાદ સાથે લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2022

બે વર્ષ બાદ ભક્તોને રથયાત્રામાં ભાગ લેવાની મંજૂરી
કોરોના કાળના કારણે બે વર્ષ બાદ રથયાત્રા આ રીતે નીકળી છે. લોકો ભાવવિભોર થઈને ભગવાનના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news