માતાજીનાં નામે છેતરપિંડી ભારે પડી! 15 વર્ષ બાદ 'એક કા તીન કૌભાંડ' કેસનાં વોન્ટેડને પોલીસે ભૂગર્ભમાંથી શોધ્યો
એક કા તીન કૌભાંડ' કેસનો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ બાદ ધરપકડ કરી. માતાજીના નામે અશોક જાડેજા એન્ડ ગેંગે એક કા તીનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ કરતારસિંહ મહેન્દ્રસિંહ સાંસી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત અને અમદાવાદ માં એક સમય નું ચકચારી એક કા તીન કૌભાંડ ના ઈનામી આરોપી ની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ કરતારસિંહ મહેન્દ્રસિંહ સાસી છે. જે મહાઠગ અશોક જાડેજાનો સાગરિત છે, ત્યારે કરતારસિંહ મહેન્દ્રસિંહ સાસી પર અત્યાર સુધીમાં 30 ગુના નોંધાયેલ છે અને છેલ્લા 15 વર્ષ થી ફરાર હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે
આવો પહેલા એ જાણીએ કે અશોક જાડેજાનું શું કૌભાંડ હતું?
એક કા તીન વર્ષ ૨૦૦૯માં સરખેજ વિસ્તારમાં રહેતા અને પોતાને મેલડી માતા પ્રસન્ન થયેલ છે અને છારા કોમ્યુનિટીના લોકોનો ઉદ્ધાર કરવા માંગે છે તેની પ્રસિદ્ધિ કરી પોતાના મકાન આગળ આવેલા મેલડી માતાના મંદિર નજીક ખાડો કરી તેમાં બેસી છારા કોમના લોકોને 3 દિવસમાં રૂપિયા ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યું હતું અને જે વ્યક્તિઓએ રૂપિયા આપેલ હોય તેઓને શરૂઆતમાં ૩ દિવસમાં ત્રણ ગણા રૂપિયા કરી આપતો. જેથી છારા કોમના લોકોમાં ખુબ જ પ્રસિધ્ધી થતાં છારા કોમના લોકો અશોક જાડેજા પાસે રૂપિયા ત્રણ ગણા કરવા માટે લાઇનો લગાવવા લાગેલ હતી. જેથી અશોક જાડેજાએ 34 જેટલા એજન્ટો રોકી તેમની મારફતે રૂપિયા મેળવવાનું શરૂ કરેલ અને વધારે લોકો રૂપિયા ત્રણ ગણા કરાવવા માટે આવતા.
પહેલા 3 દિવસના બદલે 7 દિવસ, 15 દિવસ અને છેલ્લે 1 મહિનામાં ત્રણ ગણા કરી આપવાનો વાયદો કરવા લાગેલ આ સમયગાળા દરમ્યાન અશોક જાડેજા પાસે છારા કોમના કરોડો રૂપિયા જમા થઇ જતાં તેણે મિલ્કત વસાવવાનું શરૂ કરેલ અને લોકો રૂપિયા લઈ રાતોરાત ફરાર થઇ ગયા હતા. જેથી મહાઠગ અશોક જાડેજા, 34 એજન્ટો તથા અન્યોની વિરુધ્ધમાં 111 ગુનાઓ નોંધવા પામ્યા હતા. જે 34 એજન્ટ પૈકી એક હાલમાં પકડાયેલ કરતારસિંહ મહેન્દ્રસિંહ સાસી પણ હતો. જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે.
મહાઠગ અશોક જાડેજાએ અબજો રૂપિયાની છેતરપીંડી કરેલ હોય જે ગુનાઓની તપાસો સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ હતી. જે તપાસના કામે અશોક જાડેજા ગેંગ પાસેથી રોકડ રૂપિયા 100 કરોડ, માનુ રૂપિયા 2 કરોડ, ચાંદી રૂપિયા 2 કરોડ, 50 જેટલા ફોર વ્હીકલ, 50 જેટલા મોટર સાયકલ તથા છેતરપીંડીના રૂપિયાથી ખરીદ કરવામાં આવેલ 186 વીઘા જમીન જેની હાલની કિ. રૂ. 450 કરોદા ગણાય તે સીઝ કરવામાં આવેલ જે ગુનામાં મહાઠગ અશોક જાડેજા તથા તેની ગેંગના માણસો છ વર્ષ પછી જેલમાંથી છૂટ્યો હતો.
આવા પ્રકારના 30 ગુનામાં વોન્ટેડ આરોપી કરતારસિંહ મહેન્દ્રસિંહ સાસી વિરૂધ્ધમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલ હતું. આરોપી કરતારસિંહ મહેન્દ્રસિંહ સાસીને અમદાવાદના ચાંદખેડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે આ આરોપી આટલા વર્ષથી કઈ રીતે છુપાતો ફરતો હતો એ જાણીએ.
15 વર્ષ બાદ ઝડપાયેલ શખ્સનો શું ભૂમિકા હતી?
આવો એ જાણીએ આ કામે પકડાયેલ આરોપીની પૂછપરછમાં સને -2009 ના સમયગાળા દરમ્યાન સરખેજ ખાતે રહેતા અશોક જાડેજાના એજન્ટ પોતાના ભાઈ જશવંતસિંહ મહેન્દ્રસિંહ સાંસીના પેટા એજન્ટ તરીકે કામ કરતો અશોક જાડેજાએ રૂપિયાની ઉઘરાણી કરવા સારૂ મંદિરની બાજુમાં 16 સ્ટોલ ચાલુ કરેલ. જે કોઈ છારા કોમના માણસો ત્રણ ગણા રૂપિયા કરવા માટે અશોક જાડેજા પાસે આવતા તેમના નામ સરનામા તથા રૂપિયા જમા કરાવ્યા અંગેની તારીખ લખી રૂપિયા મેળવી તે રૂપિયા અશોક જાડેજાના મુખ્ય એજન્ટો પાસે જમા કરાવતો અને તે પેટે વળતર મેળવતો.
તેમજ અશોક જાડેજા તથા એજન્ટો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ થયેલ અને તે ગુનાઓમાં અશોક જાડેજા તથા પોતાના ભાઈ જશવંતસિંહ તથા અન્ય એજન્ટોની ધરપકડ થતાં પોતે અમદાવાદ ખાતેથી પોતાના વતન રાજસ્થાન ખાતે જતો રહેલ. ત્યારથી આ ગુનાઓમાં નાસતો ફરતો હતો અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહેતો હોય, જે પૈકી ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોવાનું જાણવા પોલીસને મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે