સાઈબર ક્રાઈમનું નવું સોફ્ટવેર, હવે ફરિયાદીએ નહીં ખાવા પડે ધક્કા, જાણો વિગતવાર માહિતી
અમદાવાદમાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બની રહ્યા છે. સાયબર ક્રાઇમ પણ તેનું કામ કરી રહી છે, પણ ક્યારેક એવું બને છે કે ભોગ બનનાર અરજી કરે પછી તેને સાયબર ક્રાઇમમાં ધક્કા ખાવા પડે છે અને પોલીસનો કડવો અનુભવ થતો હોય છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદમાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બની રહ્યા છે. સાયબર ક્રાઇમ પણ તેનું કામ કરી રહી છે, પણ ક્યારેક એવું બને છે કે ભોગ બનનાર અરજી કરે પછી તેને સાયબર ક્રાઇમમાં ધક્કા ખાવા પડે છે અને પોલીસનો કડવો અનુભવ થતો હોય છે. લોકોને કડવો અનુભવ ન થાય તે માટે સાયબર ક્રાઇમે એક ઇનહાઉસ પ્રોગ્રામ ડેવલપ કર્યો છે. સાઈબર ક્રાઈમે વિક્સાવેલા આ નવા સોફ્ટવેર અંગે વિસ્તૃત માહિતી અહીં રજુ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશન હવે સ્વતંત્ર પોલીસસ્ટેશન છે. પહેલા તે ક્રાઇમબ્રાંચનો એક ભાગ ગણાતો હતો. પણ છેલ્લા કેટલાક મહિનાથી તેને સ્વતંત્ર પોલીસસ્ટેશન જાહેર કરાયું છે. ત્યારે અમદાવાદ સહિત આસપાસના શહેરો કે ગામડાઓના લોકો ઓનલાઇન છેતરપિંડી કે અન્ય અનેક પ્રકારની છેતરપિંડીનો ભોગ વધુ વાર બની રહ્યા છે..અને તે માટે તે લોકોને સાયબર ક્રાઇમમાં અરજી કે ફરિયાદ આપવાની હોય છે. સામાન્ય રીતે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસને એકાદ મહિનો કે છ મહિના પણ લાગતા હોય છે અને તે માટે ફરિયાદી રાહ જોઇ શક્તો નથી, અને વારંવાર તેને સાયબર ક્રાઇમના ધક્કા ખાવા પડે છે. પણ આ ધક્કા ન ખાવા પડે તે માટે સાયબર ક્રાઇમે સાયબર કેર નામનું સોફ્ટવેર ઇનહાઉસ વિકસાવ્યું છે. જેનાથી ભોગ બનનારને સાયબર ક્રાઇમના ધક્કા નહિ ખાવા પડે.
જુઓ LIVE TV
સાયબર કેર સોફ્ટવેરની અનેક વિશિષ્ટતા રહેલી છે. જેનાથી પોલીસને તથા ફરિયાદીને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે કોઇ અરજદાર અરજી આપે છે ત્યારે તરત પોલીસ સર્વરથી તે અરજદારને અરજી મળ્યાનો મેસેજ આ સોફ્ટવેરની મદદથી મોકલે છે. બાદમાં આ અરજીની તપાસ કોને આપવામાં આવી તેનો બીજો મેસેજ જાય એટલે કે ઇન્વેસ્ટીગેશન સ્ટેટસનો મેસેજ મોકલવામાં આવે છે અને આ સાથે જે તપાસનીશ અધિકારી હોય તેનો મોબાઇલ નંબર પણ આપવામાં આવે જેથી ફરિયાદી સીધો સંપર્ક કરી શકે અને જો કોઇ સ્થાનિક પોલીસને તપાસ અપાય તો તે પોલીસસ્ટેશનનું નામ અને તેનો ફોન નંબર પણ આપવામાં આવે છે તો પોલીસને પણ આ ટેક્નોલોજીથી ફાયદો થશે.
અરજી આવે કેટલો સમય થયો, કયા પ્રકારે કયા સ્ટેટસ પર તપાસ થઇ, કયા કયા પ્રકારની અરજીઓ વધુ આવે છે, કયા નવા ગુના આચરવામાં આવી રહ્યા છે તે તમામ પ્રકારની માહિતી આ સોફ્ટવેરના ડેશબોર્ડ પરથી પોલીસ જાણી ઇન્ટરનલ એનાલીસીસી કરી શકશે.હાલ તો માત્ર સાયબર ક્રાઇમ પૂરતું આ સોફ્ટવેર અપનાવવામાં આવ્યું છે. પણ આગામી સમયમાં શહેરના તમામ પોલીસસ્ટેશનમાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરાશે તેવું આયોજન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરાઇ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે