આ કલરની કારમાં લાગે છે વધુ ગરમી, એવરેજ પણ પણ થાય છે અસર

વિજ્ઞાનની એટલી સમજ દરેકને છે કે સફેદ કલર સૂર્યના પ્રકાશને વધુ રિફ્લેક્ટ કરે છે, જ્યારે કાળો કલર સૂર્યના પ્રકાશને સૌથી વધુ અવશોષિત કરે છે. તેથી જો તમારી કાર સફેદ, સિલ્વર કે આછા કલરના રંગની છે તો તે પ્રકાશ ઓછો અવશોષિત કરશે અને વધુ રિફ્લેક્ટ કરશે. તેનાથી કારમાં ઓછી ગરમી હશે. 

આ કલરની કારમાં લાગે છે વધુ ગરમી, એવરેજ પણ પણ થાય છે અસર

નવી દિલ્હીઃ ગરમીનો પાસો આસમાને છે. તાપમાન સામાન્ય 40 ડિગ્રીની પાર રહે છે. તેવામાં ઘરેથી બહાર નિકળવાનું મુશ્કેલ થાય છે. જે લોકોની પાસે એસી કાર છે, તેને થોડી રાહત જરૂર મળે છે. પરંતુ તાપમાનની અસર એટલી વધુ હોય ચે કે ઘરેથી નિકળવા પર એસી કારમાં ઘૂસ્યા છતાં તમારે થોડી રાહ જોવી પડે છે કે કારની અંદર ઠંડકનો અનુભવ થાય. શું તમને ખબર છે કે તમારી કારના કલરમાં પણ ગરમીની અસર ઓછી અને વધુ હોય છે. 

વિજ્ઞાનની એટલી સમજ દરેકને છે કે સફેદ કલર સૂર્યના પ્રકાશને વધુ રિફ્લેક્ટ કરે છે, જ્યારે કાળો કલર સૂર્યના પ્રકાશને સૌથી વધુ અવશોષિત કરે છે. તેથી જો તમારી કાર સફેદ, સિલ્વર કે આછા કલરના રંગની છે તો તે પ્રકાશ ઓછો અવશોષિત કરશે અને વધુ રિફ્લેક્ટ કરશે. તેનાથી કારમાં ઓછી ગરમી હશે. 

જો તમારી કાર કાળી કે ડાર્ક કલરની છે તો તેની બોડી વધુ ગરમ થશે. કાળા અને ડાર્ક કલરની કારો માત્ર 5 ટકા સૂર્યની રોશની રિફ્લેક્ટ કરી શકે છે. સફેદ અને આછા કલરની કારો 60 ટકા સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરે છે. 

જો તમે કારનું એસી ચલાવો છો તો તેની અસર એવરેજ પર પણ પડે છે. તેથી ઠંડીની સિઝનમાં ગરમીના મુકાબલે સારી એવરેજ મળે છે. જો તમારી કાર કાળા કે ડાર્ક કલરની છે તો એવી વધુ ચલાવશો, જેનાથી તેની એવરેજ ઓછી મળશે. તેજ રીતે તમારી કાર જો સફેદ કલરની છે તો અન્ય કલરના મુકાબલે સારી એવરેજ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news