ફરી અમદાવાદમાં IT રેડથી ખળભળાટ: ગુજરાતના બે નામાંકિત ગ્રુપ પર તવાઇ, 40 જગ્યાએ સપાટો
અમદાવાદમાં પાઇપ બનાવતી સૌથી મોટી ASTRAL પર IT વિભાગે દરોડા પાડ્યા છે. સિંધુ ભવન ઓફિસ પર દરોડા પડ્યા છે અને કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. IT વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: શહેરમાં આજે ITના દરોડાના સમાચારથી ફરી એકવાર ખળભળાટ મચ્યો છે. અમદાવાદમાં પાઇપ બનાવતી સૌથી મોટી ASTRAL પર IT વિભાગે દરોડા પાડ્યા છે. સિંધુ ભવન ઓફિસ પર દરોડા પડ્યા છે અને કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. IT વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ASTRAL કંપની પાઇપ બનાવતી મોટી કંપની છે. આ સિવાય અમદાવાદમાં આજે વહેલી સવારે ITના મેગા ઓપરેશનમાં ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર તવાઇ બોલાઈ છે. આજે એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કુલ 40 જગ્યા પર IT વિભાગ ત્રાટકયું છે. જેના ભાગરૂપે ITના મેગા ઓપરેશનનું સર્ચ ઓપરેશન અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિતના શહેરોમાં તપાસ આરંભાઈ છે. પરંતુ અમદાવાદમાં એક સાથે 25 જગ્યા પર રેડ કરાઈ છે. એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પડતા ખળભળાટ મચ્યો છે.
બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે અને સર્ચ ઓપરેશન હાથ ધરવાની પ્રક્રિયા ચાલું છે. ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપની સાથે સંકળાયેલ મોટા માથાના નામ ખૂલવાની શક્યતા જોવામાં આવી છે. આઈટી વિભાગને મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશા વ્યક્ત કરી છે. મળેલી માહિતી પ્રમાણે આ કાર્યવાહીમાં આઇટીની ચાર ટીમ લાગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક અઠવાડિયા પહેલા જ IT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 16 નવેમ્બરના રોજ વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે